ડીસાવાસીઓને કેન્દ્રસરકારની મોટી ભેટ, ફ્લાયઓવર બ્રીજ માટેનું ટેન્ડર બહાર પડ્યું

બનાસકાંઠા જીલ્લાના આર્થિક પાટનગર ડીસામાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વણસી ગઈ હતી ખાસ કરીને શહેરની મધ્ય માંથી પસાર થતા હાઈવે ઉપર પસાર થવું લોકોને અને વાહનચાલકોના નાકે દમ આવી જતો હતો જેથી માર્ગ અકસ્માતના બનાવો પણ બનવા લાગ્યા હતા હાઇવે ગોઝારો પુરવાર થતા અહીં ફ્લાયઓવર બ્રીજ બનાવાની માંગ છેલ્લા ઘણા વર્ષોથી થતી હતી આ મુદ્દે જનાંદોલન પણ છેડાયુ હતું તેમજ ચુંટણીમાં પણ આ મુદ્દો ચમકતો હતો જેથી આમ પ્રજાની લાગણી અને માંગણીઓને ધ્યાને લઇ રાજ્યસરકારના વનમંત્રીએ ફ્લાયઓવર બ્રીજ બનાવાની ખાત્રી આપી હતી જે અનુંશંધાને રાજ્સરકારની રજુઆત અને ડીસાના ધારાસભ્ય શશીકાંત ભાઈ પંડ્યાના પ્રયાશોથી આખરે કેન્દ્રસરકારે ડીસામાં ફ્લાયઓવર બ્રીજ બનાવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે તહેવારો પૂર્વેની સરકારની આ મોટી ભેટથી ડીસાવાસીઓ અને બનાસવાસીઓમાં ખુશાલી છવાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.