ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ૨૦૩ રને ઈંગ્લેંડ સામે વિજય મેળવ્યો, ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ

ટ્રેન્ટ બ્રિજ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 203 રને હરાવ્યું. ભારતે 11 વર્ષ પછી નોટિંઘમમાં જીત મેળવી છે. આ સાથે જ વિરાટ બ્રિગેડે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં જીતનું ખાતું ખોલ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 104 ઓવરમાં 317 રને ઓલઆઉટ થઇ ગઇ. ઉલ્લેખનીય છે કે ચોથા દિવસના અંતે મેચ પૂરી થઇ ત્યારે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 102 ઓવરમાં 311 રન કર્યા હતા. ભારતે જીત માટે ઇંગ્લેન્ડને 521 રનનું ખૂબ મોટું લક્ષ્યાંક આપ્યું હતું.
 
ટોસ હારીને પહેલા બેટિંગ કરનારી ભારતની ટીમ પહેલી ઇનિંગમાં 329 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ. જવાબમાં યજમાન ઇંગ્લેન્ડની ટીમા પોતાની પહેલી ઇનિંગમાં 161 રન પર ઓલઆઉટ થઇ ગઇ. આ રીતે પહેલી ઇનિંગમાં જ ભારતે 168 રનની લીડ મેળવી લીધી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ભારતે 7 વિકેટે 352 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો અને ઇંગ્લેન્ડની સામે 521 રનોનો જબરદસ્ત લક્ષ્યાંક મૂક્યો. પહાડ જેવા આ લક્ષ્યાંકને ચેઝ કરનારી ઇંગ્લેન્ડની ટીમ 317 રન પર જ સમેટાઇ ગઇ.
 
 ઇંગ્લેન્ડના જોસ બટલરે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી. બટલર-સ્ટોક્સે 346 બોલમાં 169 રનની ભાગીદારી કરી. બટલરને આઉટ કરીને જસપ્રીત બુમરાહે આ ભાગીદારીને તોડી. તે બીજી ઇનિંગમાં 5 અને મેચમાં કુલ 7 વિકેટ પોતાને નામે કરી ચૂક્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.