ચારેય આરોપીઓની ફાંસી મામલે સુનાવણી શરૂ, સરકારી વકીલે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓની ફાંસી વિશે મંગળવારે નિર્ણય લેવામાં આવી શકે છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી વિશે સુનાવણી શરૂ થઈ ગઈ છે. સરકારી વકીલે જજને આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને ૩ દોષિતો પવન, વિનય અને અક્ષય તરફથી વકીલ એપી સિંહ અને દોષિત મુકેશ તરફથી વકીલ એમએલ શર્મા હાજર છે.
 
  • બચાવ પક્ષ- અમને ક્યુરેટિવ અરજી દાખલ કરવાનો સમય આપવામાં આવે
  • જજ- જેલ પ્રશાસનનો શું જવાબ છે?
  • સરકારી વકીલ- જેલ પ્રશાસને કહ્યું કે નોટિસ પીરિયડમાં કોઈ અરજી દાખલ નથી થઈ અને કોઈ અરજી કોર્ટમાં પેન્ડિંગ નથી.
  • શર્માએ કહ્યું- હું મુકેશનો વકીલ છું, સાંજ સુધીમાં વકાલતનામું કોર્ટમાં દાખલ કરી દઈશ
  • જજ- તેનો વકીલતો પહેલેથી કોર્ટમાં છે..
  • શર્મા- જો સાંજ સુધી વકાલતનામું દાખલ ન કરાવું તો મને કેસથી ડિસ્ચાર્જ કરી દેજો.
  • મુકેશના વકીલ- મિસ્ટર શર્મા હજી સુધી જેલમાં ક્યારેય મુકેશને મળ્યા નથી તો પછી તે તેના વકીલ કેવી રીતે હોઈ શકે.
  • સરકારી વકીલ- કોઈ પણ અરજી પેન્ડિંગ નથી, તેથી ડેથ વોરન્ટ જાહેર કરી શકાય.
  • સરકારી વકીલ- આ અરજી ૨૦૧૮થી પેન્ડિંગ છે, તેથી આ સંજોગોમાં બચાવ પક્ષ એવુ ન કહી શકે કે તેમને બચાવનો મોકો નથી મળ્યો. હવે તેઓ અચાનક કહે છે કે, તેમને ક્યુરેટિવ અરજી દાખલ કરવી છે. આ કેસને લાંબો ન ખેંચવો જોઈએ. વચમાં બોલવાના કારણે જજે વકીલ એમએલ શર્માને ઝાટક્યાં.
  • સરકારી વકીલની દલીલ- કોઈ પણ દોષિતની પુનઃવિચાર અરજી સર્ક્યુલેશનમાં એટલે કે આ ચેમ્બરમાંથી ડિસમિસ નથી થઈ. પુનઃવિચાર અરજીની સુનાવણી પણ ઓપન કોર્ટમાં થઈ છે, તેથી આ મામલે ક્યુરેટિવ પિટીશન ન હોઈ શકે.
  • એમિક્સ ક્યૂરી વૃંદા ગ્રોવર- અમને અમુક દસ્તાવેજો નથી મળ્યા તેથી અમે ક્યૂરેટિવ દાખલ કરી શક્યા નથી. અમને થોડો સમય જોઈએ છે. હું જેલાં મુકેશ અને વિનયને મળી હતી. મને કોર્ટે દોષિતોના વકીલ તરીકે નિયુક્ત કરી છે. મને દોષિતોના બચાવનો પૂરતો સમય મળવો જોઈએ. જો કોર્ટ અમને સમય આપી શકે એમ ન હોય તો અમને કેસથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવે.
  • વૃંદા ગ્રોવરે કહ્યું- ક્યુરેટિવ દાખલ કરવા અને દયાની અરજી દાખલ કરવા માટે ઘણાં દસ્તાવેજોની જરૂર હોય છે, જે અમને આપવામાં આવ્યા નથી.
નોંધનીય છે કે નિર્ભયાની માતાએ દોષિતોને શક્ય હોય એટલી વહેલી ફાંસી આપવાની માંગણી કરી હતી. આ પહેલાં પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની દરેક કાયદાકીય કાર્યવાહી પૂરી કરવા માટે ૭ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. તે સાથે જ તિહાર જેલમાં ચારેય દોષિતોને નોટિસ આપીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ દયાની અરજી દાખલ કરશે કે નહીં.
 
ગયા મહિને વધારાના સત્રમાં જજ સતીશ કુમાર અરોરાએ સાત જાન્યુઆરી સુધી કેસ સ્થગિત કરી દીધો હતો. તેમણે તિહાર જેલના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, તેઓ દોષિતોને ફરી નોટિસ આપીને તેમને કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવા માટેનો સમય આપે.
 
સુનાવણી સતત લંબાતી હોવાથી પીડિતાની માતા આશા દેવી નિરાશ થઈ ગયા હતા. જજે આશા દેવીને કહ્યું હતું કે, ‘મારી સહાનુભૂતિ તમારી સાથે છે, હું જાણું છું કે, કોઈનું મૃત્યુ થયું છે પરંતુ આરોપીઓના પણ તેમના અધિકાર છે. અમે અહીં તમારી વાત સાંભળવા માટે જ છીએ પરંતુ અમે કાયદાથી પણ બંધાયેલા છીએ.’ સુનાવણી દરમિયાન પીડિતાના પક્ષ તરફથી દોષિતો વિરુદ્ધ મોતનું વોરંટ જાહેર કરવાની પણ અરજી કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.