થરાદની સરકારી કોલેજ પાસે ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરીને દોડી રહેલી કાર ફંગોળાઇ

થરાદની સરકારી કોલેજ પાસે ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરીને દોડી રહેલી કાર ફંગોળાઇ
 
 
 
નવ નિયુક્ત બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સુચનાને પગલે એલ.સી.બી.ના ઇંન્ચાર્જ પી.આઇ.જે એચ સિંધવના માર્ગદર્શન મુજબ પ્રો. પો.સ.ઈ. એન.એન.પરમાર તથા એલ.સી.બી. ટીમના  પ્રકાશચંદ્ર, ભરતભાઈ, ધેગાજી તથા થરાદના પોલીસ કર્મચારીઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન તેમને રાજસ્થાનથી એક ચોક્કસ નંબરની હોન્ડાસીટી કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં આવી રહી હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે પીલુડાની સીમમાં વાચ ગોઠવતાં પોલીસથી બચવા કાર ચાલકે ભગાવી દીધી હતી.
આથી પોલીસે પણ પીછો કરતાં થરાદના ૨૦ કિમી માર્ગ પર ફિલ્મી દશ્યો જેવો પોલીસ અને બુટલેગર વચ્ચેનો નઝારો જોવા મળ્યો હતો. જોકે શહેરના હાર્દસમા મીઠા રોડ પર  કોલેજ પાસે ખરાબ રોડના કારણે ૧૫૦થી પણ વધુની બેફામ સ્પીડે દોડી રહેલી સ્ૐ ૦૬ છહ્લ ૩૧૬૦ નંબરની હોન્ડા સીટી કાર ચાર ગુલાંટ મારીને વિપરિત દિશામાં
  ફેરવાઇ ગઇ હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.