ભારતમાં સૂર્યગ્રહણ શરૂ, 296 વર્ષ બાદ ગ્રહોનો સર્જાયો દુર્લભ સંયોગ, જાણો કંઈ રાશિને મળશે કેવું ફળ?

ભારતમાં સૂર્યગ્રહણ શરૂ થઈ ગયું છે. ગુરુવારે વર્ષ ૨૦૧૯નું અંતિમ સૂર્યગ્રહણ થયું છે. ભારતીય સમય અનુસાર સવારે ૮ વાગ્યે ગ્રહણ શરૂ થવાનું હતું. ત્યારે ખગોળશાસ્ત્રીઓ, વિજ્ઞા।નીઓ અને સંશોધકો આ ઐતિહાસિક ઘટનાને કેમેરા કંડારવા અને અભ્યાસ કરવા સજ્જ થઈ ગયા હતા. એશિયાના મોટાભાગના દેશોમાંથી આ ગ્રહણ જોઈ શકાયું છે. તે ઉપરાંત પૂર્વ આફ્રિકા અને ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, ઓમાન જેવાં ક્ષેત્રોમાં ગ્રહણ જોઈ શકાશે.આખા ભારતમાં સૂર્યગ્રહણ શરૂ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં પણ ગ્રહણ જોવા માટે વિવિધ સ્કૂલો, જાહેર જગ્યાઓ અને ખાસ કરીને રિવરફ્રન્ટ ઉપર પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. ત્યારે હાલ અમદાવાદમાં ગ્રહણનો કેવો છે નજારો તેની એક ઝલક સામે આવી છે.મોટાભાગનાં સ્થળોએ ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. જ્યારે દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ ગ્રહણ જોવા મળી રહ્યું છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં કુલ ૨.૫૨ મિનિટનો ગ્રહણકાળ રહેશે. ૧૨ કલાક પહેલાં બુધવારે રાત્રે ૮ કલાકથી સૂતક લાગુ થઈ ગયું હતું જેના પગલે તમામ મંદિરો અને દેવસ્થાનો બંધ કરી દેવાયાં હતાં. ગુરુવારે સવારે ૮ઃ૦૪ કલાકે ગ્રહણ શરૂ થશે અને ૯ઃ૩૦ કલાકે મધ્યકાળ આવશે અને ૧૦ઃ૫૬ કલાકે મોક્ષ થશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.