02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રાજ્યના વિદ્યાર્થીઓને પૂરતી શિષ્યવૃત્તિ મળશે

રાજ્યના વિદ્યાર્થીઓને પૂરતી શિષ્યવૃત્તિ મળશે   07/08/2018

 રાજ્યના વિદ્યાર્થીઓને પૂરતી શિષ્યવૃત્તિ મળશે
 
અમદાવાદ
ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવા અને જરૂરિયામંદ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાના ઉમદા આશય સાથે આજે ગુજરાત રાજયમાં  સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન વિધિવત્‌ રીતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં ધોરણ-૧૧થી લઇ ગ્રેજયુએશન અને ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસને આવરી લેવાશે અને વિદ્યાર્થીઓની આર્થિક જરૂરિયાત, તેની પાત્રતા, અભ્યાસક્રમ અને મુદત સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં લઇ તેઓને વાર્ષિક રૂ.છ હજારથી લઇ રૂ.૬૦ હજાર સુધીની ફીની મદદ આપવામાં આવશે. ગુજરાતના શિક્ષણ જગતના ઇતિહાસમાં સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન એક ઐતિહાસિક અને અનોખી પહેલ હશે એમ અત્રે સરોજીની દામોદરન ફાઉન્ડેશન (એસડીએફ) ના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી કુમારી શિબુલાલ અને એસડીએફના ટ્રસ્ટી તેમ જ ઇન્ફોસીસના સહસ્થાપક એસ.ડી.શિબુલાલે જણાવ્યું હતું. ગુજરાતમાં આ ઐતિહાસિક સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ આગામી પાંચ વર્ષમાં એક લાખ સ્કોલરશીપ પૂરી પાડવાનો પ્રયાસ હાથ ધરાશે.
 
 
 

Tags :