બનાસકાંઠા અને પાટણમાં ઠાકોર સેનાને કોંગ્રેસ ટિકિટ નહીં આપેતો પરિણામ ભોગવવા તૈયાર રહેવા ચીમકી

ડીસા ખાતે મળેલ બેઠકમાં કોંગ્રેસ માટે ઠાકોર સેનાએ મુંઝવણ ઊભી કરી 
 
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવ વચ્ચે ટિકિટના દાવેદારો યેનકેન પ્રકારે પાર્ટીઓનાં નાક દબાવી રહ્યાં છે ત્યારે બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં ઠાકોર સેનાએ લોકસભાની ટિકિટની માંગને લઇને વિરોધ શરૂ કર્યો છે.આજે ડીસા ખાતે બનાસકાંઠા જીલ્લાનાં ઠાકોર સેનાનાં આગેવાનો અને પ્રદેશનાં હોદેદારોએ બેઠક યોજી ટિકિટની માંગ નહીં સંતોષાય તો કોંગ્રેસ પાર્ટીને નારાજગીનો ભોગ બનવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
 
લોકસભાની ચૂંટણીને લઇને બનાસકાંઠામાં બન્ને પક્ષ ઉમેદવાર મુકવામાં મુંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે ઠાકોર સેનાએ ફરી કોંગ્રેસનું નાક દબાવવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠામાં ઠાકોર સેના દ્વારા બનાસકાંઠા અને પાટણ બન્ને સીટ પર ઠાકોર સેનાને ટિકિટ આપવાની માંગ સાથે બેઠકો શરૂ કરી છે. આજે ડીસા ખાતે જીલ્લા ઠાકોર સેનાનાં પ્રમુખ સહીત પ્રદેશનાં આગેવાનોની બેઠક મળી હતી. જેમાં બનાસકાંઠા અને પાટણમાં ઠાકોર સેનાની છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસ અવગણના કરી રહી છે ત્યારે લોકસભામાં કોંગ્રેસમાં જો ઠાકોર સેનાને ટિકિટ નહીં આપેતો કોંગ્રેસને પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જોકે,આજે બેઠકમાં જીલ્લા નાં હોદ્દેદારો નિર્ણય લઇ અલ્પેશ ઠાકોર સમક્ષ માંગણી મુકવાનું નક્કી કરાયું છે.  જોકે, બનાસકાંઠામાં હાલ જીલ્લા પંચાયત પ્રમુખ જે ઠાકોર સેનાનાં કાર્યકર છે છતાં પણ ફરી ચૂંટણી સમયે કોંગ્રેસનું નાક દબાવવાનો પ્રયાસ ઠાકોર સેનાએ શરૂ કર્યો છે.હાલ એકતરફ બન્ને પાર્ટીઓ ઉમેદવાર મુકવામાં મુંઝવણમાં મુકાઇ છે ત્યારે વધુ એક મુંઝવણ કોંગ્રેસ માટે ઠાકોર સેનાએ ઊભી કરી છે.  હવે કોંગ્રેસ ઠાકોર સેના સામે ઝૂકે છે કે કેમ તેં આવનાર સમયે ખબર પડશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.