02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં રહસ્મય આગનો સિલસિલો ઃ વાંટડાના ડુંગર પર આગ

અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં રહસ્મય આગનો સિલસિલો ઃ વાંટડાના ડુંગર પર આગ   22/02/2019

અરવલ્લી જીલ્લામાં આવેલા જંગલ અને ડુંગર પર રહેલી વનરાજીમાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક વધારો થવાની સાથે રહસ્યમય બની રહ્યા છે એક જ સપ્તાહમાં આગ લાગવાની ઘટના બનતા વનવિભાગ તંત્રની બેદરકારી છતી થઈ છે મોડાસાના વાંટડા ટોલપ્લાઝા નજીક આવેલા ચામુંડાના ડુંગર તરીકે જાણીતા ડુંગર પર આગ લાગતા વનવિભાગ તંત્રના ૧૦ થી વધુ કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ        ધર્યા હતા  અમદાવાદ - ઉદેપુર ને.હા.નં- ૪૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા નજીક ગુરુવારે બપોરના સુમારે ડુંગર પર આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી ડુંગરના જગલમાં રહેલા સૂકા પાંદડા, ઝાડ અને પવનના લીધે આગ ઝડપથી પ્રસરતા આગનું રૌદ્ર 
સ્વરૂપથી ગામલોકો દોડી આવ્યા હતા અને આગના લબકારાથી ભયભીત બન્યા હતા વનવિભાગ કર્મચારીઓ દોડી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધર્યા હતા આગના બનાવને રોકવા માટે વન વિભાગ દ્વારા ફાયર લાઈન તૈયાર કરી આકસ્મિક આગ લાગેતો જંગલ વિસ્તારમાં વધુ પ્રસરતી આગ ફાયર લાઈન સુધીજ સીમિત થઈ જાય તેવા પ્રયાસો કરાતા હોય છે છતાં સમયાંતરે લગતી આગ માં વનરાજી નષ્ટ થઈ જતા પર્યાવરણને પારાવાર નુકશાન ભોગવવું પડે છે.
મોકેશ્વર ચામુંડા....
પાના નં.૮ ચાલુ
હાથ ચાલાકી કરી એક કિલો ચાંદીની મૂર્તિ (કિંમત રૂ. ૩૫,૦૦૦) ઉઠાવી ગયા હતા પરંતુ તેમની ચોરી સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેથી પૂજારી મહંત મધુગીરીએ વડગામ પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાવી સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે ચોરોનું પગેરૂ મેળવવાની મથામણ આદરી હતી. દરમિયાન બીજા દિવસે બંને શખ્સો ફરી મંદિરે આવ્યા હતા. જેથી પૂજારીની બાજ નજરે ચડી જતાં તેમની પકડી પાડી પોલીસ હવાલે કરી દીધા હતા. જેની વધુ તપાસ પી.એસ.આઇ. એમ.આર. મોરની ચલાવે છે. 
થરા પાલિકા....
પાના નં.૮ ચાલુ
અવસાન થતાં કોંગ્રેસ તરફ પલ્લુ નમ્યું હતું. કોંગ્રેસના ૧ર અને ભાજપના ૧૧ સભ્યો રહ્યા હતા. પરંતુ કોંગ્રેસના ચૂંટાયેલા કરીમખાન માનજીભાઈ ઘોરી વોર્ડ નં.૬ અને અખાબેન ત્રિકમાભાઈ મકવાણા વોર્ડ નં.ર એ કચેરીઓ ધારણ કરતાં ભાજપના ૧૩ સભ્યો અને કોંગ્રેસના ૧૦ સભ્યોનું પીઠ બળ બનતાં ભાજપ શાસન સંભાળવામાં સફળ થયેલા આ બાદ વોર્ડ નં.૩ની એક સામાન્ય બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ ભાજપના ઉમેદવાર તરીકે સ્વ.મુળરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલાના નાનાભાઈ પૂર્વ થરા શહેર ભાજપ પ્રમુખ પૃથ્વીરાજ ચંદ્રસિંહ વાઘેલાએ ગઈકાલે પોતાનું ઉમેદવારી પત્ર કાંકરેજ મામલતદાર શ્રીમતી મંજુલાબેન ટી.રાજપુત સમક્ષ પોતાના વિશાળ ટેકેદારોની હાજરીમાં રજુ કર્યુ હતું. આ પ્રસંગે બ.કાં. જિલ્લાના ચેરમેન પંચાયતના પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા પાલીમા ઉપ પ્રમુખ વસંતજી ધાંધોસ, ખાનુભા વાઘેલા, હેતકરણસિંહ વાઘેલા કિરીટભાઈ ઠક્કર, દેવુભા વાઘેલા, કરશનભાઈ ચૌહાણ વનરાજસિંહ વાઘેલા, કનુભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ તરફથી અલ્પેશ શેઠ, પી.કે.ચીભડીયા અને ગેનાજી તેરવાડીયાના નામો ચર્ચાઈ રહ્યા છે તા.ર૩/ર/ર૦૧૯ ઉમેદવારી પત્ર રજુ કરવાનો છેલ્લો દિવસ છે.
જોડનાપુરા પાસે ....
પાના નં.૮ ચાલુ
પાલનપુર ડીસા હાઇવે પર જોડનાપુરા પાટિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે ટકકર મારતા આધેડને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

Tags :