અમદાવાદમાં દેશનો સૌથી મોટો દંડ : ૨.૧૮ કરોડની પોર્શે કારને રૂ. ૨૭ લાખ ૬૮ હજારનો દંડ

ગુજરાત
ગુજરાત

શહેર ટ્રાફિક પોલીસે ૨૯ નવેમ્બરના રોજ રૂટિન ચેકઅપ દરમિયાન ૨.૧૮ કરોડની પોર્શે(૯૧૧) કાર ડિટેઈન કરી હતી. આ કારમાં નંબર પ્લેટ અને વેલિડ ડોક્યુમેન્ટ્સ ન હોવાથી કાર ડિટેઈન કરી હતી. ત્યાર બાદ આજે કાર માલિક રણજીત દેસાઈ પાસેથી રોડ ટેક્સ પેટે રૂ.૧૬ લાખ જ્યારે દંડના વ્યાજ પેટે રૂ. ૭ લાખ ૬૮ હજાર અને રૂ.૪ લાખ પેનલ્ટી મળીને રૂ. ૨૭ લાખ ૬૮ હજારનો દંડ કર્યો છે. પોલીસના દાવા મુજબ, દેશમાં સૌથી મોટો દંડ વસૂલવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે ટ્વિટ કરી જણાવ્યું કે, જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.