રાધનપુરમાં શાળાનું નવું મકાન બનાવવા પાલિકા પ્રમુખની માંગ

રાધનપુરમાં શાળાનું નવું મકાન બનાવવા પાલિકા પ્રમુખની માંગ 
 
 
રાધનપુર
રાધનપુરમાં કાજીવાસ ખાતે પાલનપુર જૈન સંઘ પ્રાથમિક શાળા આવેલી છે,જે શાળાનું મકાન ત્રણ માળનું છે, અને આ સ્કૂલમાં ધો.૧ થી ૮ ના ૯૨૮ ભૂલકાઓ અભ્યાસ કરે છે.આ શાળાનું મકાન ત્રણ માળનું હોવા છતાંય સંકડાશ ભર્યું હોવાથી ભુલકાઓને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે, અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડે આ શાળાનું મકાન બદલવા જિલ્લા શિક્ષણાધિકારી અને લાગતા-વળગતા વિભાગોને આ મકાન અન્યત્ર ખસેડીને નવીન મકાન બનાવી આપવા રજુઆત કરી હતી. નગરપાલિકાના પ્રમુખ કમુબેન ભુરાભાઇ ઠાકોરે પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારીને પત્ર લખીને તાત્કાલિક ધોરણે શાળાની મકાન અન્યત્ર ખસેડવા માંગ કરી છે. પાલિકા પ્રમુખે કરેલી રજુઆતમાં કાજીવાસ ખાતે આવેલું પાલનપુર જૈન સંઘ પ્રાથમિક શાળાનું મકાન વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ઘણું જ સાંકડું છે, શાળામાં નાની ઉંમરના બાળકો હોવા છતાંય ત્રણ માળ સુધી સીડીઓ ચઢીને જવું પડે છે. જેના કારણે અનેક
આભાર - નિહારીકા રવિયા  વખત નાના ભુલકાઓને ઈજાઓ થવાના બનાવો પણ બનવા પામેલા છે. આ શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગામતનું મેદાન પણ નથી. રાઈટ ટુ એજ્યુકેશન ૨૦૦૯ ના તમામ નિયમોનો ભંગ થઇ રહ્યો છે. બાળકોને વારંવાર ઉપર-નીચે કરવું પડતું હોઈને રિસેશમાં ઉપર બીજા-ત્રીજા માળે જ  ગોંધાઈ રહેવું પડે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને જાનહાની થાય તે પહેલા શાળાનું મકાન અન્યત્ર ખસેડીને નવું બનાવવા માંગ કરવામાં આવી છે. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરીને જરૂરી જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. આ રજૂઆતની નકલ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પણ આપવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.