કારમાંથી દારૂ પીધેલા બે પોલીસકર્મીઓ ઝડપાયા, લોકોએ ચખાડ્યો મેથીપાક

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી પસાર થઈ રહેલા સર્વીસ રોડ પર પોલીસની ગાડીમાં બુધવારે ભર બપોરે દારૂ પીને છાકટા બની રહેલા એક પોલીસ કોન્ટેબલને લોકોએ પકડી લઈ ડીવીજન પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના બાદ હિંમતનગરમાં તે ટોક ઓફ ધી ટાઉન બની હતી. આ અંગે આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં કોન્ટેબલ તરીકે ફરજ બજાવે છે. દરમ્યાન જેઓ પોલીસની ગાડી નં . જીજે ૦૯ બીએફ ૧૧૫૮ લઈને બુધવારે બપોરના સુમારે શામળાજીથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. જ્યાં તેઓ સહકારી જીન વિસ્તારમાં આવેલ સર્વીચ રોડ પર ગાડી પાર્ક કરીને દારૂ પીતા હતા જે અંગે અહીંથી પસાર થતા કેટલાક લોકોએ ગાડીમાં કોણ છે. તે જાણવા માટે બહારથી બુમ પાડી હતી. ત્યારબાદ પોલીસની ગાડીમાંથી ભરતભાઈ ગોવાભાઈ રબારી દારૂ પીધેલી હાલતમાં બહાર આવ્યા હતા. ત્યારબાદ તેઓ પરત બેસી જઈ ગાડી ભગાડવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ ઉપસ્થિત લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તરતજ હિંમતનગર ડીવીજન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે તરત જ આવીને ભરતભાઈ રબારીને લઈ ગયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.