02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ૪૯ વિદ્યાર્થીઓને ૬૫ સુર્વણ ચંદ્રક એનાયત

રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ૪૯ વિદ્યાર્થીઓને ૬૫ સુર્વણ ચંદ્રક એનાયત   15/06/2019

પાટણ : રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી એ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ જ્ઞાન સર્જનનું પ્રયોજન કેવળ જ્ઞાન માટે નહી કરતાં સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કરવું જોઇએ. શિક્ષાનો ઉપયોગ આપણા માટે નહી કરતાં સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કરવો જોઇએ.
રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય ખાતે સુવર્ણ ચંદ્રક સમારોહમાં  ૪૯ વિઘાર્થીઓને ૬૫ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા. યુવા છાત્રો- વિદ્યાર્થીઓને મેડલ્સ પ્રદાન કરતાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીએ યુવા વિદ્યાર્થીઓને જ્ઞાનની પદવી શિક્ષા સાથે સમાજદાયિત્વની દિક્ષાથી જ જીવન કારકીર્દી સાર્થક કરવાનું પ્રેરક આહવાન કર્યુ હતું. આ પ્રસંગે રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્યશ્રીનું વ્યાકરણ ક્ષેત્રે આપેલું યોગદાન મહત્વનું છે. કલા અને જ્ઞાનની નગરી પાટણે શિક્ષણ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી છે. પાટણની પ્રભુતાનો સુવર્ણ યુગ ઇતિહાસ સાથે જોડાયેલો છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે વિશ્વ વિદ્યાલયોની ભુમિકા જ્ઞાનસર્જનની છે ત્યારે વિશ્વવિદ્યાલયો આપણી પરંપરાઓ અને આધુનિકતા ઓનું  સમન્વય કરી આજના શિક્ષણને  સાર્થક બનાવે તે સમયની માંગ છે.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સુવર્ણ ચંદ્રક એ જ્ઞાનું સન્માન છે. ૨૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘નયા ભારતના નિર્માણ’’ માટેની પરિકલ્પના પૂર્ણ કરવા આપણે સૌ ભારતને જ્ઞાન વિજ્ઞાનની સદી બનાવવા સંકલ્પબદ્ધ બનીએ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે  હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષા અને વ્યાકરણ રચયિતા અને વિદ્વાન હતા અને તે સમયે આચાર્યશ્રીની જ્ઞાનની આ પરંપરાને સિધ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણને હાથીની અંબાડી ઉપર સ્થાન આપી સન્માનીત કરવામાં આવી હતી. કુલપતિશ્રી અનિલ નાયકે  વિશ્વ વિદ્યાલયની માહિતી આપતાં જણાવ્યુ હતું કે યુનિ પાંચ જિલ્લાની ૩૮૬ કોલેજો સાથે જોડાયેલી છે. યુનિમાં  ૧૪૬૮૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૩૨૦ એકર જમીનની ફેલાવો ધરાવતી વિશ્વ વિદ્યાલય સાથે ૦૪ મેડીકલ કોલેજ, ૦૧ ડેન્ટલ કોલેજ જોડાયેલી છે. આજના સુવર્ણ ચંદ્રક સમારોહમાં ૩૬ વિદ્યાર્થીનીઓને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે તેમ જણાવ્યું હતું
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલયમાં વર્ષ ૨૦૧૮ના વિનયન કક્ષાના ૩૦, કોમર્સના ૦૪, વિજ્ઞાનના ૧૭, ઇજનેરીના ૦૧, મેડીસીનના ૦૧, મેનેજમેન્ટના ૦૪, શિક્ષણના ૦૨, કાયદાના ૦૩, કોમ્પ્યુટરના ૦૩ સહિત ૪૯ વિદ્યાર્થીઓને ૬૫ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ૦૮ વિદ્યાર્થીઓએ ૦૨ અને ૦૪ વિદ્યાર્થીઓએ ૦૪ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમમાં ડો.બાબા સાહેબ આંબેડકરની સામાજિક વિચારધારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિમાં વિદ્યાર્થીઓની સવલત માટે બે ઇ-રીક્ષાનું લોકાર્પણ કર્યુ હતું. કાર્યક્રમમાં બનાસ ડેરીની ચેરમેન શંકરભાઇ ચૌધરી, અગ્રણી કે.સી. પટેલ, રજિસ્ટ્રાર ધર્મેન્દ્ર પટેલ, પરીક્ષા નિયામક મિતુલ દેલીયા, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક  સહિત યુનિના અધિકારીઓ, કર્મચારીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :