પાલનપુરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

 પાલનપુરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી
 
 
પાલનપુર
ભાઈ-બહેનના સ્નેહના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરાઈ હતી. ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરાઈ હતી.  બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મિતાબેન સોનીની આગેવાની તળે પાલનપુર શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા પાલનપુરના વાલ્મિકી વાસમાં જઇ વાલ્મિકી સમાજના સફાઈ કામદાર ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. 
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મિતાબેન સોનીએ જણાવ્યું હતું કે, જિલ્લાભરમાં મહિલા મોરચા દ્વારા વાલ્મિકી સમાજના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી હર્ષાબેન મહેશ્વરી, પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીલમબેન જાની સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો હાજર રહી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.