02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પોલીટેકનિકની વિદ્યાર્થીનીએ ટ્રેન આગળ કૂદી આત્મહત્યા કરી, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી થયી જશો તમે દંગ

પોલીટેકનિકની વિદ્યાર્થીનીએ ટ્રેન આગળ કૂદી આત્મહત્યા કરી, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી થયી જશો તમે દંગ   08/01/2019

તું મને કાયમ કાળી કાળી કહીને બોલાવે છે ને, તું ઈચ્છે છે કે હું મરી જાવ. તારા આ શબ્દો સાંભળી સાંભળીને હું કંટાળી ગઈ છું. એટલા માટે હું મરી રહી છું. આ લખીને પોલીટેકનિક કોલેજ સોનઘાટીની સેકન્ડ યરની વિદ્યાર્થીએ ટ્રેન સામે ઝંપલાવીને સુસાઈડ કરી લીધું છે. પોલીસ સ્ટેશન અધિકારી અનિલ કુમાર પુરોહિતે કહ્યું, મયૂરી જાયસવાલ, રવિવારે સવારે 9 વાગ્યે સહેલીને મળવા બૈતૂલ આવી હતી. ત્યારબાદ તેણે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. 5 વાગ્યે સદર વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર તેની લાશ મળી. વિદ્યાર્થીનીની બેગમાં એક સુસાઈડ નોટ મળી છે. પોલીસે અજ્ઞાત આરોપી પર કલમ 305નો કેસ દાખલ કર્યો છે. પોલીસ વિદ્યાર્થીના મોબાઈલની કોલ ડિટેલ કાઢી રહી છે.
 
વિદ્યાર્થીનીએ તેની સુસાઈડ નોટમાં લખ્યું છે- મેં કંઈ ખોટું કર્યું નથી. હું બહુ પરેશાન થઈ ચૂકી છું. તું કાયમ મને કાળી કાળી કહીને બોલાવતો હતો ને, તું ઈચ્છે છે કે હું મારી જાવ. તારા આ શબ્દો સાંભળી સાંભળીને હું કંટાળી ગઈ છું. એટલા માટે મરી રહી છું.
 
બૈતૂલના સદર વિસ્તારમાં વિદ્યાર્થી ટ્રેન સામે કૂદ્યા દરમિયાન બેગ ટ્રેનમાં લટકીને આમલા પહોંચી ગયું હતું. જ્યાં જીઆરપીને બેગ મળ્યું. બેગમાં મળેલા દસ્તાવેજોના આધારે મૃતકાની લાશની ઓળખ થઈ શકી.

Tags :