02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનના ઉદેપુરથી અપહરણ કરાયેલ ઈસમ ને સુરત નજીકથી પોલીસે છોડાવ્યો : પાંચ આરોપીઓ ઝડપાયા

રાજસ્થાનના ઉદેપુરથી અપહરણ કરાયેલ ઈસમ ને સુરત નજીકથી પોલીસે છોડાવ્યો : પાંચ આરોપીઓ ઝડપાયા   29/12/2018

રાજસ્થાન ના ઉદેપુર થી યતેન્દ્ર રાજપૂત નામના ઈસમ ની કેટલાક ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણ કરાયેલ ઇસમને ઉદેપુર થી મુંબઈ તરફ લઇ જવાતો હોવાની બાતમી સુરત પોલીસ ને મળતા પોલીસે પલસાણા ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી.
 
ને.હા.૪૮ પર વોચમાં ઉભેલ પોલીસે લાલ કલર ની સ્કોડા કાર નંબર RJ.27 CJ 7200 ને રોકી તેમાં થી અપહરણ કરાયેલ યતેન્દ્ર રાજપૂત ને છોડાવી પાંચ જેટલા ઇસમોની અટકાયત કરી હતી તેમજ અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ઝડપાયેલ ઈસમો પાસે પિસ્તોલ.રોકડ રકમ.તેમજ મોબાઈલ ફોન અને કાર સહિત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Tags :