શામળાજીના સુનોખ નજીક ઈકો વાન અને ટેમ્પો વચ્ચે અકસ્માત ઃ એક યુવાનનું મોત

અરવલ્લી અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૪૮ પર રાજસ્થાન તરફથી ભારે વાહનો બેફામ ગતિએ હંકારી અકસ્માત સર્જી અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુનોખ ગામ નજીક પસાર થતી ઈકો વાનને પાછળથી ટેમ્પોના ચાલકે ટક્કર મારતા ઇકો કાર માં બેઠેલા યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કારમાં સવાર અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે શામળાજી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 
દધાલિયા ગામના અને હિંમતનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા દુધાભાઇ ખેમાભાઈ વણકર (ઉં.વર્ષ-૪૨) તેમના સાળાનું હિંમતનગરમાં મોત નિપજતા અંતિમક્રિયા માટે બામણવાડ ગામે ઉપસ્થિત રહી પરત ઇકો કાર (ગાડી.નં.-ય્ત્ન ૦૯ મ્મ્  ૭૭૨૬ ) માં પરત ફરી રહ્યા હતા સુનોખ પાટિયા નજીક પસાર થતી ઈકો કારને રાજસ્થાન તરફથી યમદૂત બની ટ્રક-ટેમ્પોએ ત્રાટકી ધડાકાભેર ટક્કર મારતા ઇકો વાન ત્રણ-ચાર વાર પલટી જતા ઇકો કારમાં બેઠેલા દુધાભાઇ ખેમાભાઈ વણકરના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું 
ઇકો કારમાં બેઠેલા અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના મોટા ભાઈ રામાભાઇ ખેમાભાઈ વણકરની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર ટેમ્પો ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
 શામળાજી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો દોડી આવી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.