02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / મગફળીના પાકમાં કાળી ફુગ નામનો રોગ ઃ ખેડૂતો ચિંતિત

મગફળીના પાકમાં કાળી ફુગ નામનો રોગ ઃ ખેડૂતો ચિંતિત   28/07/2018

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હંમેશા ચિંતિત જોવા મળે છે ક્યારેક ભાવ ન મળવાના કારણે તો ક્યારેક કુદરત ખેડૂતો પાછળ પડ્‌યો હોય તે લાગે છે દક્ષિણ ગુજરાત તમેજ સૌરાષ્ટ્ર હાલ પાણી પાણી થઇ ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પુરતાં પ્રમાણમાં થયો નથી તેથી ખેડૂતો ચિંતિત થયા છે.ચોમાસું વાવેતરમા મોંઘા ભાવના બિયારણો વાળી મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે લાખણી તાલુકામાં પણ મગફળીનું વાવેતર કરાયું છે ત્યારે મગફળીના પાકમાં કાંળી ફુગ(એસ્પર જીલક્ષ નાઇઝર) નામનો રોગના જોવા મળે છે અને રોગના લક્ષણોમાં મગફળીના પાકના છોડના મૂળમાં કાળાં ડાઘ જોવા મળે છે અને તે છોડ બળવાનું ચાલુ કરે છે તેનાં કારણે મગફળીના પાકમાં ભારે નુકસાની ભિતી સેવાઇ રહી છે એક તરફ વરસાદ થતો નથી બીજી બાજુ ચોમાસું વાવેતર નુકસાન થાય તેમ છે ખેડૂતોનું કહેવું છે કે અમે પેટે પાટા બાંધીને મોંઘા ભાવના બિયારણો તથા દવાનો લાવીને વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે પાકમાં કોઈ રોગ જોવા મળતો હોય છે ત્યારે અમારી હાલત કફોડી બની જતી હોય છે કે આ રોગના કારણે મગફળીના પાકને જો નુકસાન થયું તો અમે મોંઘા ભાવના બિયારણો તથા દવાવો નો ખર્ચ ક્યાંથી ભરપાઈ કરીશું.

Tags :