02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મકતુપુર મુકામે બાળમેળો, આનંદમેળો અને વિજ્ઞાનમેળો યોજાયો

મકતુપુર મુકામે બાળમેળો, આનંદમેળો અને વિજ્ઞાનમેળો યોજાયો   15/12/2018

 
                                       
 
                                  તા. ૧૨-૧૨-૨૦૧૮ રોજ મકતુપુર, તા. ઊંઝા મુકામે શ્રીમતી સુશીલાબેન રમેશભાઈ પટેલ એન્જીનીયરીંગ કોલેજ, મુ. ડાભી તા. ઊંઝા દ્વારા હીરાભાઈ અમથાભાઈ પટેલ પરિવાર મકતુપુર પ્રાથમિક શાળા – ૧ ના દશાબ્દી મહોત્સવ નિમિતે બાળમેળો, આનંદમેળો અને વિજ્ઞાનમેળો યોજાયો. લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુરના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ભાઈઓ બહેનોએ બાળમેળા અંતર્ગત બાળગીત, અભિનય ગીત, રંગોળી, આરોગ્ય, ટોપી, તોરણ, ઓરીગામી, ઓઈલકાર્ડ, નિશાનતાક, સંકલ્પવૃક્ષ, ચિત્ર, રમત-ગમત, અનાજ, કઠોળ અને મસાલાની ઓળખ, રસ્સાખેંચ, હિંચકા, માટીના રમકડાં, કાગળની થેલી, ભારત જોડો, આપના શરીરના અવયવ ઓળખો, આપણા શરીરના હાડકાં ઓળખો અને મહેંદી જેવી પ્રવૃત્તિઓ શીખવવામાં આવી. ભાવનગરથી આવેલ શ્રી મેહુલભાઇએ વિજ્ઞાનના પયોગ શીખવ્યા. ઉપરાંત ગણિત-વિજ્ઞાનના વિવિધ મોડેલનું નિદર્શન અને આનંદમેળા નિમિત્તે યજમાન શાળાના બાળકો દ્વારા વિવિધ વાનગીના ૧૯ સ્ટોલ બનવવામાં આવ્યા.  
કાર્યક્રમમાં મકતુપુર પ્રાથમિક શાળા – ૧ ના ૩૭૪, મકતુપુર પ્રાથમિક શાળા – ૨ ના ૧૮૦, ટુંડાવ પ્રાથમિક શાળાના ૧૦૦,  અમુઢ પ્રાથમિક શાળાના ૯૦, શિવગંગા પ્રાથમિક શાળા, મહેસાણા ના ૯૦ તથા અન્ય બાળકો મળી આશરે ૯૦૦ બાળકો, ગ્રામજનો અને સ્ટાફ મિત્રોએ બાળક બની પ્રવૃતિમાં રસપૂર્વક ભાગ લીધો.

Tags :