વિસનગરમાં આડા સંબંધના વહેમમાં પિતાએ એક માસની પુત્રીને પટકી મારી નાખી

વિસનગર: ખેરાલુ રોડ પર પાલડી ચોકડી પાસે રહેતા સાવરણી બનાવતા શ્રમજીવી પરિવારમાં શનિવારે રાત્રે આડા સંબંધનો વહેમ રાખી પિતાએ પોતાની એક માસની પુત્રીને જમીન પર પટકીને મારી નાખતાં હાહાકાર મચી ગયો છે.બહેન સાથે આડા સંબંધનો વહેમ રાખી સાળાએ બનેવીને ફસાવી દેવા પોતાની પુત્રીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવી પિતા સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 
મહીસાગર જિલ્લાના મોચીવાડીયા ગામના વાદી ચકાભાઇ મગનભાઇ વાદી તેમના ભાઈ સુરેશ સહિતના પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી વિસનગર-ખેરાલુ રોડ ઉપર આવેલા સત્યમ ગેસ્ટહાઉસના પાછળના રોડ ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં સાવરણી બનાવવાનો ધંધો કરે છે.ચાર દિવસ અગાઉ ચકાભાઈએ વડનગર રહેતા તેમના બે સાળા સંજય અને રાયસંગભાઇને ધંધા અર્થે પરિવાર સાથે વિસનગર બોલાવ્યા હતા. આથી રાયસંગ પત્ની રેખા,ત્રણ બાળકો અને ભાઈ સંજય સાથે વિસનગર આવી ચકાભાઈ સાથે રહેતા હતા.આ દરમિયાન ભાભર ખાતે રહેતી રાયસંગની બહેન અસ્મિતા શનિવારે રાત્રે વિસનગર થઈને ભાભર જઈ રહી હતી તે દરમિયાન અસ્મિતાએ ચકાભાઈને પૈસા લેવા ફોન કરી વિસનગર ડેપોમાં બોલાવતાં ચકાભાઈ સાળા સંજયનું બાઈક લઈને અસ્મિતા પાસે ગયા હતા.આ વાત રાયસંગને ગમી ન હતી.
 
ચકાભાઈ જ્યારે પૈસા લઈને પરત આવ્યા ત્યારે સંજય અને રાયસંગ ચકાભાઈના ભાઈ સુરેશ સાથે ઝઘડો કરતા હતા ત્યારે કેમ ઝડઘો કરો છે તેમ કહેતાં રાયસંગ ઉશ્કેરાઈ તુ મારી બહેન અસ્મિતાને કેમ એકલો મળી આવ્યો તુ મારી બહેન તેજલને દગો કરે છે તારા ધંધા ખરાબ છે તેમ કહી તેની પત્ની રેખા પાસે રહેલ એક માસની દીકરીને લઇ તને ફસાવી દેવો છે તેમ કહી નીચે પટકી દીધી હતી જ્યાં ગંભીર રીતે ઘાયલ બાળકીને સારવાર અર્થે વિસનગરની સિવીલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.જ્યાં તેની હાલત ગંભીર જણાતાં મહેસાણા અને અમદાવાદ રીફર કરાઇ હતી તે દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ચકાભાઇની ફરિયાદને આધારે વાદી રાયસંગભાઇ અરજણભાઇ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના બાદ હત્યારો રાયસંગ ભાગી ગયો હતો.
 
પોતાના બનેવીને ફસાવી દેવાના ઇરાદે રાયસંગે તેની એક માસની દિકરીને નીચે પટકી દીધી હતી જ્યાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઅો પહોંચેલ કણસી રહી હતી તે દરમિયાન આજુબાજુ ઉભેલ લોકોએ તેને માતાનું દુધ આપવાનું કહ્યું હતું પરંતુ રાસયંગે તેની પત્નીને પણ બાળકી પાસે જવા દીધી ન હતી. પરંતુ સમજાવટ બાદ બાળકીને સારવાર અર્થે લઇ જવાઇ હતી.
 
બાળકીને સારવાર અર્થે લઇ આવ્યા બાદ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બાળકીને સારવાર અપાઇ રહી હતી તે દરમિયાન પોલીસે ચકાભાઇની હત્યાની કોશિષની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી જ્યાં બાળકીનું મોત નીપજતાં હત્યાની કલમનો ઉમેરો કરાયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.