02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / બહુચરાજીના બેચર ગામે બેસતા વર્ષે આગ લાગતાં પાંચ હજાર પુળા બળીને ખાખ

બહુચરાજીના બેચર ગામે બેસતા વર્ષે આગ લાગતાં પાંચ હજાર પુળા બળીને ખાખ   11/11/2018

બહુચરાજી તાલુકાના બેચર ગામે બેસતા વર્ષની રાત્રે વાડામાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ભયંકર આગમાં પ હજાર જેટલા જુવારના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી.  બેચર ગામે ભરવાડ બબાભાઈ મેરાભાઈ નામના પશુપાલકના વાડામાં બેસતા વર્ષની રાત્રે ૧૦ વાગે અચાનક આગ લાગી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા ગામમાં અફડાતફડી મચી ગઈ હતી અને ગામલોકોએ પાણીના વાસણો તેમજ પાણીના ટેન્કરો મારફતે આગ હોલાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં પ હજારથી વધુ જુવારના પૂળા સળગીને ખાખ થઈ ગયા હતા. આગ ઓલવવાની કામગીરીમાં બેચર ગામના યુવાનોએે ભારે જહેમત ઉઠાવી હતી. 

Tags :