02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / લોકસભા ચુંટણી : ગુજરાતની 26 સીટ પર 572 ફોર્મ ભરાયા : 120 રદ થયા

લોકસભા ચુંટણી : ગુજરાતની 26 સીટ પર 572 ફોર્મ ભરાયા : 120 રદ થયા   07/04/2019

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ગુજરાતની 26 સીટો માટે 572 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 120 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. એટલે હવે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 452 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. ગુજરાતમાં સૌથી વધુ ફોર્મ સુરેન્દ્રનગરથી ભરાયા હતા. સુરેન્દ્રનગરથી 48 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 5 ફોર્મ રિજેક્ટ થયા હતા. જ્યારે વલસાડ અને દાહોદ બેઠક પર સૌથી ઓછા 11-11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ દાહોદમાં 3 ફોર્મ અને વલસાડમાં 2 ફોર્મ રદ્દ થયા હતા.

Tags :