02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસામાં સોડાની લારી પર ગેસનો બાટલો ફાટ્યો, યુવકનું મોત

ડીસામાં સોડાની લારી પર ગેસનો બાટલો ફાટ્યો, યુવકનું મોત   11/07/2019

ડીસામાં સોડાની લારી ચલાવતો યુવક અકસ્માતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે પાલનપુર  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
 
ડીસાની સેન્ટ ઝેવિયર્સ સામે રહેતા૨૯ વર્ષીય કિશોર ભાઈ રમેશભાઈ શર્મા સોડા સરબતની લારી ચલાવી પેટિયું રળતા હતા.જેઓ પોતાની લારી ડીસાની દિપક હોટલ ચારસ્તા પાસે ઉભીરાખી સોડા બનાવતા હતા ત્યારે સોડાની બોટલ ભરવા જતા સોડાના ગેસ મશીનનું પ્રેશર વધવાથી બાટલો ફૂટી જતા ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે ડીસા સિવિલમાં લઇ જવાયા હતા. પરંતુ ડીસા સિવિલમાં પૂરતી સારવાર ન મળતા વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.જોકે, મૃતકના ભાઈએ ડીસા સિવિલમાં અપૂરતા સ્ટાફ અને સુવિધા સામે રોષ ઠાલવ્યો હતો.

Tags :