02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Patan / પાટણ કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રી સાથે બંધબારણે બેઠક યોજતા નવાજૂનીનાં એંધાણ

પાટણ કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રી સાથે બંધબારણે બેઠક યોજતા નવાજૂનીનાં એંધાણ   08/04/2019

પાટણના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યા છે લોકસભા ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિ તેજ બની છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી વચ્ચે જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સાથે બંધબારણે બેઠક કરતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.   કોંગ્રેસથી નારાજ જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે. તેમણે આ બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. આ બેઠકને જોતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.   જોધાજી ઠાકોર અને સીએમની બેઠક બાદ કોંગ્રેસ પક્ષમાં નવા જૂની થવાના એંધાણ જોવાઇ રહ્યાં છે.તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, જોધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા.પાટણ બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પર ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ખૂબ જ મહત્વની છે. 2014માં ભાજપના લીલાધર વાઘેલા આ બેઠક પરથી જીતી ચૂક્યા છે

Tags :