થરાદમાં કાંગ્રેસ દ્વારા ગામડામાં પ્રચાર

થરાદ : થરાદ વિધાનસભાની ચુંટણીમાં શનિવારથી વિધીસર પ્રચાર પડઘમની શરૂઆત થવા પામી હતી.  કાંગ્રેસના ઉમેદવારે ગેળાથી ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે વિંછુડો ઉતરતાં જ થરાદ વિધાન સભાના પેટાચુંટણીમાં કાંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ રાજપુતે શનિવારે થરાદ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પરચાધારી હનુમાન દાદના સ્થાનક ગેળા મુકામેથી પ્રચાર સભાની શરૂઆત કરી હતી. તે પુર્વે કાંગ્રેસ જીલ્લાપ્રમુખ દિનેશ ભાઇ ગઢવી તથા પ્રદેશ મંત્રી અને તાલુકાકાંગ્રેસ સમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકીની ઉપસ્થિત વચ્ચે દાદા પાસે જીતની કામનાઓ કરી ગામે ગામ મતદારો વચ્ચે જઇને પોતાને જીતાડવાની અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રદેશમંત્રી માંગીલાલ પટેલ, વણાજી રાજપુત, ભીખાલાલ પટેલ સહિત બહોળી સંખ્યામાં કાંગ્રેસના અગ્રણીઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.