સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો દૌર હજુ જારી

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્ગાઓએ ભારે વરસાદ જારી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદના સ્વરૂપે અનેક જગ્યાઓએ જનજીવન ખોરવાઈ ગયું હતું. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદ થયો છે. તાપીમાં પણ ભારે વરસાદ થયો છે. સાપુતારામાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે વાતાવરણ રોમાંચક બની ગયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તાપીમાં ડોલાવાડો ડેમ ઓવરફ્લો થઈ જતા પાણીની તંગી દુર થવાના સંકેતો મળી રહ્યા છે. મોટાભાગના જળશયો અને ડેમ પણ ઓવરફેલો થયા છે. નર્મદા જિલ્લા અને શહેરમાં પણ ભારે વરસાદ થયો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. રાજ્યના ૬૮ તાલુકાઓમાં ૧ થી ૩૯ મીમી સુધીનો વરસાદ થયો છે. નર્મદા જિલ્લા અને આસપાસ વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ તુટી પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.