પાલનપુરમાં ગ્રાહક સુરક્ષા અધિકારીના સ્વાંગમાં તોડ કરતો ગઠિયો ઝડપાયો

પાલનપુર શહેરમાં ગ્રાહક સુરક્ષા અધિકારીના સ્વાંગમા વેપારીઓ પાસેથી તોડ કરતો એક ગઠિયો ઝડપાઇ ગયો હતો. વેપારીઓએ આ નકલી અધિકારી ગઠિયાનો ભાંડો ફોડી પોલીસને હવાલે કર્યો હતો.
પાલનપુરમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી ચારથી પાંચ ભેજાબાજોની  ટીમ શહેર ના અલગ-અલગ વિસ્તારમાં આવેલી કરીયાણાની દુકાનો,પાર્લર તેમજ કોસ્મેટીકની દુકાનોમાં તપાસ કરી વેપારીઓને પાવતીઓ આપી દંડ વસુલતી હતી. મુળ પાલનપુર તાલુકાના સદરપુર ગામનો મુકેશ એસ. બારોટ કે જે પાલનપુર તાલુકા કાંગ્રેસનો મહામંત્રી હોવાનો દાવો કરતો ફરતો ગઠિયો ગતરોજ શહેરના ગઠામણ દરવાજા નજીક ઇદગાહ રોડ ઉપર આવેલી એક કરીયાણાની દુકાનમાં ગયો હતો. જ્યાં પોતે ગ્રાહક સુરક્ષા વિભાગમાંથી આવે છે તેમ કહી વેપારીને ડરાવી- ધમકાવી તોડ કરી નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વેપારીએ શંકા જતા તેમણે વેપારી એસોસિએશનના પ્રમુખ સહિતને જાણ કરતાં મોટી સંખ્યામાં વેપારીઓ ત્યાં દોડી ગયા હતા. અને મુકેશ બારોટ પાસેના આઇકાર્ડ તેમજ પાવતી બુકોની ખરાઇ કરતાં તે ગ્રાહક સુરક્ષા વિભાગનો નકલી અધિકારી હોવાનું જાણવા મળ્યું હતુ. અને અત્યાર સુધીમાં અન્ય વેપારીઓ સાથે પણ છેતરપીંડી કરી લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું હતુ. દરમિયાન વેપારીઓએ આ નકલી અધિકારીને પૂર્વ પોલીસને સોંપ્યો હતો. પાલનપુરમાં ગ્રાહક સુરક્ષા અધિકારિના સ્વાગમાં ફરતા ગઠિયાએ  મોટી સંખ્યામાં વેપારીઓને શિકાર બનાવ્યા છે. પાલનપુર ઉપરાંત જિલ્લાના અન્ય શહેરોમાં પણ આ રીતે નકલી અધિકારીનો સ્વાંગ રચી વેપારીઓ પાસેથી નાણાં પડાવ્યા હોવાની પુરેપુરી શક્યતાઓ છે. જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા મીઠાઈ-ફરસાણ વેપારી એશોશીઅશન ના પ્રમુખ રાજેશ.વી.પટેલે વ્યક્ત કરી હતી. 
ગ્રાહક સુરક્ષા અધિકારીના સ્વાંગમાં તોડપાણી કરતો મુકેશ બારોટે તેની કાર નંબર જીજે. ૦૫. સીએમ. ૬૫૫૧ ઉપર લાલ અક્ષરથી બનાસકાંઠા જીલ્લા પ્રેસીડન્ટ કન્ઝયુમર પ્રોટેકશન એકશન કમિટીનું લખાણ લખાવ્યું છે. જેની પાસેથી મળી આવેલું ગ્રાહક સુરક્ષાનું આઇકાર્ડ, પાવતીઓ પણ નકલી હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મગનભાઈ પાલાએ જણાવ્યું હતું. 
ગ્રાહક સુરક્ષા અધિકારીના સ્વાંગમાં ઝડપાયેલા યુવકની વેપારીઓ દ્વારા કડક પુછતાછ કરવામાં આવતાં તેની પાસે દસ ભેજાંબાજોની ગેંગ હોવાનો એકરાર કર્યો હતો. તેના જણાવ્યા મુજબ, ઇશાકભાઇ માલણ, ભીખાભાઇ જાગીરદાર, મુકેશભાઇ બારોટ, રૂસીદભાઇ પાલનપુર, જયેશભાઇ પ્રજાપતિ વડગામ, મહેશભાઇ પ્રજાપતિ વડગામ, મહેશભાઇ લામ્બા, બીશુભાઇ ધોતા, કિર્તિભાઇ અને રાજુભાઇ ચૌધરીના નામ લોકો તેની સાથે સામેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.