ડીસામાં ર્મોનિંગ વોક માટે નીકળેલ વેપારીના ગળામાંથી ચેનની ચિલઝડપ

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાના એરપોર્ટ માર્ગે ર્મોનિંગ વોક કરવા નીકળેલા વેપારીના   ગળામાં પહેરેલ સોનાની ચેનની અચાનક ચિલઝડપ કરી બાઇક ઉપર આવેલ બે અજાણ્યા શખ્સો પળવારમાં  પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે.વેપારીએ આ મામલે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસાની ભૂમિ સોસાયટીમા રહેતા અને વેપાર કરતા કલ્પેશ દિનેશભાઇ મોદી ગત શુક્રવારે તેમના મિત્ર સાથે સવારે ચાલવા નીકળ્યા હતા.આ દરમ્યાન એરપોર્ટ માર્ગે ચાલીને પરત ફરી રહયા હતા તે દરમ્યાન પાછળથી બાઈક પર આવેલ બે શખ્સો તેમના ગળામાં પહેરેલ અઢી તોલાનો સોનાનો દોરો તોડીને પલાયન થઈ ગયા હતા. અચાનક બનેલા આ બનાવથી વેપારી અને તેમનો મિત્ર હતપ્રભ બની ગયા હતા જો કે બ્લેક જાકીટ પહેરેલ બાઈક સવારો  ૮૦ હજાર રૂપિયાના અઢી તોલાનો સોનાનો દોરો તફડાવી નાસી છુંટવા મામલે તેઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ અત્યાર સુધી મહિલાઓ જ ચેઇન સ્નેચરોની ભોગ બનતી હતી પણ હવે પુરુષો પણ ચેઇન સ્નેચરોના દાયરામાં આવી જતા પુરુષોની સલામતી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.