સીટ બેલ્ટ વગર પોલીસ વાહન ચલાવી રહેલા CID ક્રાઇમના PSIને પણ દંડ્યા

પોલીસ પોલીસગીરી પર ઉતરી આવે તો કોઇની નહી તે કહેવત કદાચ અમદાવાદ ટ્રાફિક પોલીસે સાચી ઠેરવી છે. ટ્રાફિક પોલીસે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સરકારી બોલેરો કારના ચાલકને પણ સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ એમ.બી ઝાલા વર્દીમાં હતા છતાં ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો.
 
નહેરૂનગર ખાતે ટ્રાફિક ડ્રાઇવના ભાગરૂપે શનિવારે સાંજે 4.30 વાગ્યાથી 8.30 વાગ્યાના 3 કલાકના સમયમાં ટ્રાફિક પોલીસની એક ડીવાયએસપી અને બે પી.આઇની ટીમોએ સફાયો બોલાવ્યો હતો. આ અંગે ટ્રાફિક એસીપી દીપક વ્યાસે જણાવ્યુ હતુ કે, સરકારી વાહનો પણ નિયમનો ભંગ કરશે તો ચલાવી લેવામાં આવશે નહી. જેથી એએમટીએસના ડ્રાઇવરો નિયમોનુ પાલન નથી કરતા તે અંગે કોર્પોરેશનને પત્ર લખી નિયમોનુ પાલન કરવા જાણ કરવામાં આવશે.
 
સેટેલાઇટ પોલીસ સ્ટેશનની બોલેરોનો ચાલક નવઘણ ઉમેદસિંહને તાત્કાલિક સમાધાન શુલ્કનો દંડ ફટકાર્યો હતો. ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટની ડ્રાઇવ હોવાથી 114 કેસ કર્યા હતા. જેનો દંડ રૂપિયા 19100 રૂપીયા થાય છે. એસ.ટી બસો 10, એએમટીએસ 12, બીઆરટીએસ 3 ફોર વ્હીલર 89 તેમજ પોલીસ સ્ટાફના 40 કર્મચારીઓને ટ્રાફિક પોલીસે દંડ કર્યો હતો. નજીકના દીવસોમાં ટ્રાફિક પોલીસ હજી પણ આકરા પગલા લેશે તેમ ટ્રાફિકના અધિકારીઓ જણાવી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.