બનાસકાંઠાનાં ગામડાઓમાં આજે પણ બીમાર બાળકોને ડામ આપવાની પ્રથા પ્રચલિત

બનાસકાંઠાનાં ગામડાઓમા આજે પણ લોકો અંધશ્રધ્ધા રાખી રહ્યાં છે. બાળક બીમાર પડે ત્યારે આજે પણ બાળકને ગરમ આગ જેવો સૉંયૉ કરીને બાળકને ડામ આપીને ઇલાજ કરે છે. જોકે આખરે બાળક સાજો ન થાય ત્યારે બાળકને હોસ્પિટલ લઇ જતા હોય છે. જોકે બાળક ને આપેલા ડામ જોઈને તમે પણ અચંબામા પડી જશો.
 
બનાસકાંઠા અને રાજસ્થાનનાં અશિક્ષિત લોકોમા આજે પણ અંધશ્રધ્ધા ઘર કરી ગઇ છે. જોકે, આજના આટલા આધુનિક સમયમા અને પ્રચાર પ્રસાર કરવા છતા હજુ લોકોનાં મનનાં વહેમ દુર કરી શકાયા નથી. જેથી આજે બનાસકાંઠા અને રાજસ્થાનમા બાળક બીમાર પડે ત્યારે તેને હોસ્પિટલમા લઇ જવાની જગ્યાએ ગામમા એક આદ બે લોકો ને બતાવી બાદમા ડામ આપે છે. બાળકને ખાંસી, હીચકિ કે શરીર પર ગરમી નીકળી હોય ત્યારે બાળકનાં માતાપિતા બાળકને ગરમ સોયા અથવા ચીપીયા વડે પેટ પર ડામ આપતાં હોય છે. જોકે, આ ડામ આપતી વખતે બાળકની હાલત શી થતી હશે તેં કલ્પના કરવી મુશ્કેલ છે. છતા પણ બાળકને તેનાં માતાપિતા પોતાનો બાળક સાજો કરવા ગરમ ગરમ ચીપિયાથી ડામ અપાવતા હોય છે. જોકે, આખરે બાળક સાજો ન થાય ત્યારે બાળકને હોસ્પિટલ સારવાર માટે લઇ જતા હોય છે. આ બાળકનાં પેટ પર જોઇ શકાય છે કે બાળકને કેવા ડામ આપવામા આવ્યાં છે બાળકની માતા કહે છે. બીમાર થયો એટ્લે ડામ અપાયા પણ સાજો ન થયો માટે દવાખાને આવ્યાં છીએ.
 
બનાસકાંઠા અને રાજસ્થાનનાં અંતરિયાળ ગામોમા આજે પણ બાળકોને ડામ આપવાનો સિલસિલો યથાવત છે ત્યારે રોજે થરાદ, ધાનેરા ડીસા અને પાલનપુરમા રોજે 30 થી 35 બાળકો આવા ડામ આપેલા બાળકો ને સારવાર માટે લઇ જવાઈ રહ્યાં છે. જોકે, ડીસાનાં એક તબીબનાં જણાવ્યા મુજબ ડીસામા દર મહિને 15 થી વધું આવા ડામવાળા બાળકો સારવાર માટે આવે છે. જોકે, આમે અવારનવાર આ બાબતે બાલકનાં વાલીને આવા ડામ ન આપવા કે કોઈ જ દેશી ઉપચાર ન કરવા જણાવીએ છીએ  છતા પણ હજુ આવા કેસ આવી રહ્યાં છે.
 
બનાસકાંઠાનાં અંતરિયાળ ગામો અને રાજસ્થાનનાં અંતરિયાળ ગામો જે આજેપણ શિક્ષણ અને જનજાગૃતિનાં અભાવે બાળકોને આવા જીવનાં જોખમમાં મૂકતા હોય છે. જોકે, બાળક ને પેટ પર આપેલા આગ ઝરતા સોયા અથવ ચીપીયાથી ડામ આપે છે. ત્યારે આપણાં પણ રૂંવાડા ઉભા થઈ જાય છે. ત્યારે હવે ડામથી અપાતા ઇલાજ સામે  જાગૃતિ લાવવા આરોગ્ય વિભાગે અંતરિયાળ ગામોમા પ્રયત્ન હાથ ધરવા જોઈએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.