02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૬૫ ટકાથી વધુ મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૬૫ ટકાથી વધુ મતદાન   21/11/2018

 
 
રાયપુર
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૬૫ ટકાથી ઉંચુ મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ મતદાન માટે એક લાખથી વધુ પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનની સરખામણીએ થોડુ નીચે મતદાન નોંધાયું હતું. જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જાગી અને તેમના પુત્રએ પેંદ્રામાં મતદાનમાં ભાગ લીધો હતો જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે કવર્થમાં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કવર્ધા સહિત ચાર બેઠકોમાં ઇવીએમમાં ખરાબી થઇ હોવાની ફરિયાદ સામે આવી હતી. મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સવારથી જ લાંબી લાઈનો જાવા મળી હતી. કેટલીક જગ્યાએ ઇવીએમ ટેમ્પરિંગની ઘટનાઓ બની હોવા માહિતી મળી છે. છત્તીસગઢમાં ભાજપ સતત ચોથી વખત સરકાર રચવાના મૂડમાં દેખાઈ રહી છે. બીજા ચરણમાં નવ મંત્રી, વિધાનસભા સ્પીકર સહિત કેટલાક મોટા નેતાઓના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કામાં ૧૯ જિલ્લાની ૭૨ સીટ પર મતદાન થઇ રહ્યુ છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે એક લાખ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. ચાર સીટો પર ઇવીએમ ખરાબ થવા અંગેની ફરિયાદ મળી હતી. અત્રે નોંધનીય છે કે ૧૨મી નવેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં રેકોર્ડ મતદાન થયા બાદ ઉત્સુકતા વધી ગઇ છે. બીજા તબક્કામાં પણ મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મતદાન શરૂ થયા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બીજા તબક્કામાં કુલ ૧૧૦૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે આજે સવારથી જ મતદારો બહાર નિકળ્યા હતા. રાયપુર સીટ સાઉથની સીટ પર સૌથી વધારે ૪૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તેમના ભાવિ હવે ઇવીએમમાં સીલ થયા છે.  

Tags :