02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દિવાળીની રાતે લક્ષ્મી પૂજન કરાવવામાં બ્રાહ્મણે કર્યું મોડું, દબંગ યોજમાને મારી ગોળી

દિવાળીની રાતે લક્ષ્મી પૂજન કરાવવામાં બ્રાહ્મણે કર્યું મોડું, દબંગ યોજમાને મારી ગોળી   10/11/2018

દિવાળી પૂજન માટે રાહ જોઈ રહેલા યજમાને પહેલા તો બ્રાહ્મણના ઘરના સભ્યોને ફોન કરીને ધમકી આપી હતી. એક બીજા યજમાનની દુકાનની પૂજા કરાવીને જેવા બ્રાહ્મણ પહોંચ્યા તો તેમને આ યજમાને ગોળી મારી દીધી. આ ગોળી ખંભામાં વાગી હતી. જોકે ભાગ્યએ બ્રાહ્મણને સાથ આપ્યો હતો. તે ફતેપુર પીએચસીમાં સારવાર કરાવીને ઘરે પહોંચી ગયા હતા.
 
દબંગ યજમાનના ભયથી બ્રાહ્મણે એફઆઈઆર નોંધાવવાની પણ હિંમત ન કરી. આ અંગે રાધોપુર પોલીસ સ્ટેશનના પોલીસે જવાને જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાની તેમની પાસે માહિતી તો છે. પરંતુ બ્રાહ્મણે કે તેમના પરિવારે આ અંગે કોઈ ફરિયાદ કરી નથી. જો આ બાબતે ફરિયાદ કરવામાં આવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીની રાતે લક્ષ્મી પૂજાન કરાવવામાં બ્રાહ્મણે થોડું મોડું કર્યું તો યજમાને ગુસ્સામાં આવીને રાતે 12 વાગે બીજી દુકાને પૂજા કરાવીને પરત ફરેલા બ્રાહ્મણને ગોળી મારી હતી. જેનાથી બ્રાહ્મણ ઘાયલ થઈ ગયા હતા. આ ગોળી બ્રાહ્મણના ડાબા હાથમાં વાગી હતી. તેની સારવાર ફતેહપુર પીએચસીમાં કરાવવામાં આવી હતી. પ્રાથમિક ઉપચાર બાદ ડોક્ટરે ઘાયલને ઘરે મોકલી દીધો હતો.
 
પંડિત મનીષ ચૌબે જણાવ્યું હતું કે તેમને 12 જેટલા યજમાનોના ઘરે પૂજા કરાવવાની હતી. અને આમ પણ પૂજા માટે આખી રાત હોય છે. તે વિવિધ યજમાનોના ઘરે પૂજા કરાવવામાં વ્યસ્ત હતા. તે દિવાળીની રાતે સ્થાનિક હરિસિંહની કપડાની દુકાનમાં પૂજા કરી રહ્યાં હતા. આ દરમિયાન ગામના રાહુલ કુમારે તેમના ઘરે ફોન કરીને તેમના પરિવારના લોકોને ધમકી આપી હતી. તેમણે તેમના મોબાઈલ પર ફોન કર્યો. તે ગુસ્સામાં હતા. તેમણે તે પોતે પૂજા કરાવી રહ્યાં હોવાની વાત જણાવી હતી. અને પૂજા પુરી થવાની તૈયારી છે તેમ વાત કહી હતી. પૂજા પતાવીને તે તેમના ત્યાં જ આવી રહ્યાં છે. તે ત્યાંથી નીકળ્યા તો અન્ય યજમાન, ગેસ ગોડાઉનના સંચાલક મનોજ સિંહે તેમને બોલાવતા તેમના ત્યાં પૂજા કરાવવા માટે ગયા હતા. તેમના ત્યાં પૂજા પતાવીને તે લગભગ 12 વાગે રાહુલ સિંહના ત્યાં બાઈક લઈને જઈ રહ્યાં હતા. આ દરમિયાન અંધારામાં છુપાયેલા કોઈ વ્યક્તિએ તેમની પર ગોળી ચલાવી દીધી હતી. ગોળી તેમના ડાબા ખંભા પર વાગી હતી. દબંગ યજમાનના ભયથી બ્રાહ્મણે એફઆઈઆર પણ કરાવી ન હતી.
 
ઘટનાસ્થળથી રાધોપુર પોલીસ સ્ટેશનનું અંતર અંદાજીત સો મીટર જેટલું હશે. દિવાળીની રાત હોવાથી ફટાકડા ફૂટતાં હતા. ફટાકડાના અવાજને કારણે પોલીસ તો શું સામાન્ય લોકોને પણ ફાયરિંગનો અવાજ ન આવે. પોલીસ અધિકારી રૂપેશ કુમાર સિંહે જણાવ્યું કે, ગોળીથી ઘાયલના પરિજનોએ મોખિક કે લેખિત કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી. ફરિયાદ થશે પછી કાર્યવાહી કરવામાં આવશે.

Tags :