02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ નજીક યુવકની હત્યા થતાં ચકચાર

સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ નજીક યુવકની હત્યા થતાં ચકચાર   03/08/2018

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે યુવકની હત્યા કરી નાખ્યાના બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં બુધવારે મોડી રાત્રે ધોળીધજા ડેમ નજીક મોરબી તરફ જતી કેનાલ રસ્તે સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ધરાવતા યુવક ઉપર ઘાતકી હુમલો કરી મોત નિપજાવી યુવકની લાશને કેનાલમાં ફેંકીને આરોપી નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. કેનાલમાંથી યુવકની લાશ તરવૈયાઓની ટીમએ બહાર કાઢીને ગાંધી હોસ્પીટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં હત્યાના બીજો બનાવથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે આનંદ મેળામાં સામાન્ય બોલાચાલીની દાઝ રાખી આઠ થી નવ શખ્સોએ તા.૩૧ જુલાઇની રાત્રે બસ સ્ટેન્ડની બહાર ભરવાડ યુવક બાબુભાઈ મુંધવાને આંતરી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાદ મા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો હત્યાના આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ત્રણ દિવસમાં હત્યાના બીજા બનાવે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે.

બનાવની મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા હબીબભાઇ લખુભાઇ માલાણી ઉમર-21 કોર્ટ ની સામે પાનનો ગલ્લો ધરાવતા આ યુવક ઉપર ધોળી ધજા ડેમ સાઈડ નજીક બુધવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધાનું ખૂલવા પામ્યું છે. જેમાં હબીબભાઇ માલાણી નામ ના યુવક સાથે કેટલાક અજાણ્યા શખ્સોએ માથાકૂટ અને ઝપાઝપી થયા બાદ લોખંડના અને પથ્થરોથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સ્થળે મળી આવેલ કેટલાક પુરાવાઓ ઉપરથી આશંકા વ્યક્ત થવા પામી છે. જેમાં માથાના ભાગે લોખંડની સાથે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે મૃતક યુવક નુ બાઇક નં.જીજે-13-બીબી-8755 ને મોરબી તરફ થી પસાર થતી કેનાલ માં ફેંકી દીધું હતું અને ઈજાગ્રસ્ત યુવકને પણ કેનાલમાં ફેંકી દીધા ની આશંકા વ્યક્ત થવા પામી છે. જ્યારે સ્થાનિક તરવૈયાઓની જુદી જુદી બે ટીમની મદદથી કેનાલમાં ઝંપલાવી એક કિલોમીટર દૂર નાળા પાસે થી મૃતક યુવકની લાશ શોધી કાઢી હતી. આ બનાવની વધુ તપાસ જોરાવરનગરના પીએસઆઈ ઝાલા ચલાવી રહ્યા છે.

Tags :