02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાના પ્રથમ દિવસે જ જ્યોતના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટયો

પાટણમાં પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાના પ્રથમ દિવસે જ જ્યોતના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટયો   13/11/2019

પાટણ ઃ પાટણ જેવી ધર્મનગરી મા પવિત્ર એવી પ્રજાપતિ જ્ઞાતિમાં વિક્રમ સંવત ૧૪૫૮ ને ચૈત્ર સુદ પાંચમે શિવજીના વંશજ માં માતાશ્રી લક્ષ્મીદેવી( લખમા) અને પિતાશ્રી કરણદેવ ને ત્યાં પદ્મનાભ ભગવાનનો જન્મ થયેલો પદ્મનાભ ને વિષ્ણુના ૨૪ મો અવતાર માનવામાં આવે છે ભગવાન પદ્મનાભ ના કારતક સુદ ચૌદસ થી કારતક વદ પાંચમ સુધી સાત મેળા રાતના સમયે શ્રી હરિ ની યાદ માં ભરાય છે આ મેળાનેરેવડીનયો મેળો પણ કહેવામાં આવે છે કારણ કે ભગવાનને ગોળ તલ માંથી બનાવેલ રેવડી ની પ્રસાદ ધરાવવામાં આવે છે નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ દિવ્ય રવાડી અહીં ભગવાનની નીકળે છે પ્રથમ જ્યોત ગણપતિની નીકળે છે તે જગ્યામાં જ વિરામ પામે છે અને બીજી રવાડી જ્યોત શ્રી પદ્મનાભ ભગવાનની નીકળે છે તે નરસિંહજી મંદિરે આવે છે અને ત્યાં સભાના સ્વરૂપમાં વિરામ પામે છે અને ત્રીજી રવાડી જ્યોત શ્રી હરદેવ જી ની નીકળે છે એ કુંલડી વાસમાં વિરામ લે છે અને ચોથી રવાડી ભગવાન નકળંગ નીકળે છે તે અગાસીયાવીરે  વિરામ પામે છે આ ચારેય વાડી જ્યોત ના દર્શન કરવા હરિભક્તો ઉમટી પડે છે અને આ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્ય બને છે આ ઉપરાંત મેળાના પ્રથમ દિવસે સમાજના નવપરણિત દંપત્તિઓ રાત્રિના સમયે પદ્મનાભ મંદિરથી ઘર સુધી સાત ફેરા ફરે છે અને પ્રથમ મેળા ના દિવસે માનતા સ્વરૂપે દીવા પ્રગટાવતા પ્રગટાવતા લોકો જાય છે પાટણની પ્રજાપતિ મોદી ગોલે રાણા સથવારા ખત્રી એમ અઢારે વર્ણના સતી સેવકો જ્યોતને પગે લાગી ધન્યતા અનુભવે છે મેળાના પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ તથા જગ્યાના ટ્રસ્ટીઓ દ્વારા પદ્મનાથ ભગવાન ની આરતી ઉતારવામાં આવી હતી આ મેળાનું સુંદર સંચાલન તથા વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે. 

Tags :