ISISના આતંકી ઝફર અલીની પુછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો, આજે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે

ગુજરાત
ગુજરાત

તમિલનાડુથી નીકળેલા ૬ ISIS આતંકી ઝડપાવાનો મામલો તૂણ પકડતા જાય છે. ગુરુવારે તમિલનાડુથી નીકળેલા ૬ ISIS  આતંકીમાંથી ૩ની દિલ્હી પોલીસે અને એકની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. પરંતુ તેના સિવાય અન્ય ૨ ફરાર આરોપીઓ વિશે મોટો ખુલાસો થયો છે. અન્ય ૨ ફરાર આરોપીઓએ કન્યા કુમારીમાં એક પોલીસની હત્યા કરી છે.
 
વડોદરામાંથી ગુજરાત એટીએસે ઝડપેલા ઝફર અલીની પુછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝફર અલીએ જણાવ્યું કે તેઓ ભરૂચના ૪ યુવકોનું બ્રેઈનવોશ કરી રહ્યા હતા. જેહાદી માહિતી માટે ભરૂચના ૪ યુવકો સાથે ૫ વખત બેઠક કરી હતી. આ વિશે ગુજરાત ATSએ૪ યુવકોની પુછપરછ કરી તેમના નિવેદન નોંધ્યા હતા.
 
આ સિવાય તમિલનાડુથી નીકળેલા ૬ ISIS આતંકીમાંથી ૩ આંતકીઓને દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે ઝડપ્યા હતા. અને એક આતંકી ગુજરાતમાંથી ઝડપાતા દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ અમદાવાદમાં આવી પહોંચી હતી. હવે દિલ્હીની સ્પેશિયલ સેલની ટીમ ઝફર અલીની કસ્ટડી મેળવશે અને વધુ તપાસ માટે ઝફર અલીને દિલ્હી લઈ જવાશે. તેના પહેલા ગુજરાત એટીએસે જે આતંકીને ઝડપ્યો છે તેને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ૨૬મી જાન્યુઆરીએ ગુજરાત ATSને સૌથી મોટી સફળતા હાથ લાગી હતી. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી એક ISISના આંતકીને ઝડપાયો હતો. ગુજરાત ATSએ ગોરવા વિસ્તારમાંથી ઝફર અલી નામના ISISના  આતંકીને ઝડપીને ફરી એકવખત ગુજરાતને બચાવ્યું હતું ISISના  આતંકી ઝફર અલી મૂળ તમિલનાડુનો રહેવાસી હતો અને તે ગુજરાતમાં ટેરર મોડલ ઉભું કરવા આવ્યો હતો. પરંતુ સદ્દનસીબે ગુજરાત ATSએ દબોચી લીધો હતો. ઝફર અલી ગુજરાતમાં ટેરર મોડલ ઉભું કરવા આવ્યો હતો. પરંતુ સદ્દનસીબે ગુજરાત ATSએ દબોચી લીધો હતો.
 
ISISના  આતંકી ઝફર અલી વિશે એવી માહિતી મળી રહી છે કે, આતંકવાદી અગાઉ તમિલનાડુના એક કેસમાં મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલો છે અને તેના બેંગાલુરુમાંથી મોટા હથિયારો ઝડપાયા હતા. જેમાં ૩ પિસ્ટલ અને ૯૦ રાઉન્ડ મળ્યા હતા. ગુજરાત છ્‌જીને માહિતી મળી હતી કે ATSને  આતંકી ઝફર અલી ભરૂચમાં પણ કેટલીક ગેરકાયદેસર ગતિવિધિ કરી રહ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.