02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / થરાદ તાલુકાના થરા ગામે એકસાથે ત્રણ મંદીરોમાં ચોરી, ઘટના CCTVમાં કેદ

થરાદ તાલુકાના થરા ગામે એકસાથે ત્રણ મંદીરોમાં ચોરી, ઘટના CCTVમાં કેદ   28/11/2019

થરાદ તાલુકાના થરા ગામે તસ્કરોને મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ એકસાથે ત્રણ મંદીરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે ગામના ત્રણ અલગ-અલગ મંદીરોમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. તસ્કરોની મંદીરમાં ચોરી કરતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ થતા થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
થરાદ તાલુકાના થરા ગામે ત્રણ મંદીરોમાં ચોરી થતાં ચકચાર મચી થઇ છે. તસ્કરોએ થરાના જૈન મંદીર, ગોગાજી મંદીર તેમજ શિવજીના મંદીરમાં તસ્કરો હાથફેરો કરીને પલાયન થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફુટેજને આધારે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.

Tags :