મેઘરજના નવાનગર પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં કિશોરનું મોત

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે પંચાલ રોડ પર આવેલ નવાનગર પાસે ગતરોજ બાઈક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલ કિશોરનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી મુજબ મેઘરજ તાલુકાના ભડવચ ગામના રાજેશભાઈ જીવાભાઈ મનાત અને તેમના મામાનો દિકરો બાઈક ઉપર ગેસનો બોટલ લઈ મેઘરજથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સેન્ટ ઝેવીયર્સ નજીક નવાનગર પાસે અચાનક કૂતરું રોડ પર ધસી આવતા બાઇક ચાલકે કુતરાને બચાવવા બ્રેક મારતાં બાઈક અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાઇ પડયા હતા.આ અકસ્માતમાં બાઈક પાછળ બેસેલ કિશોર ટ્રેક્ટર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ જ્યારે બાઈક ચાલકને નાની મોટી ઈજાઓ થતા તેને મેઘરજની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ  અકસ્માત અંગે મેઘરજ પોલીસે સ્થળ તપાસ કરી કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલમાં ખસેડી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી અરેરાટી મચી ગઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.