પાલનપુરમાં ૧૨ વર્ષના કિશોરને દારૂ પીવડાવી માર માર્યો હોવાના આક્ષેપો

 પાલનપુરમાં ૧૨ વર્ષના કિશોરને દારૂ પીવડાવી માર માર્યો હોવાના આક્ષેપો
 
 
પાલનપુર
પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળવાની સ્થિતિ સાથે દારૂબંધીના ધજીયા ઉડી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. જેની પ્રતીતિ કરાવતો કિસ્સો જન્માષ્ટમીના દિવસે પ્રકાશમાં આવ્યો હતો. કમાલપુરા વિસ્તારમાં જન્માષ્ટમીની શોભાયાત્રા જોવા ગયેલા ૧૨ વર્ષના કિશોરને તેના મિત્રએ ઠંડા પીણામાં ભેળવી દારૂ પીવડાવી દેતાં કિશોરની તબિયત લથડી હતી. જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પાલનપુરમાં દારૂબંધીના પોલીસના પોકળ દાવાઓનો પર્દાફાશ કરતી ઘટનામાં શહેરના કમાલપુરા વિસ્તારમાં રહેતો એક ૧૨ વર્ષીય કિશોર જન્માષ્ટમીની શોભાયાત્રા જોવા ગયો હતો. દરમિયાન તેના કોઇ મિત્રએ ઠંડા પીણાની સાથે દારૂ પીવડાવી દીધો હતો. આથી આ કિશોર શોભા યાત્રામાં જ લથડીયા ખાવા લાગ્યો હતો. આ અંગેની જાણ તેના પિતાને થતાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા. અને પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. જોકે, બાળકની તબિયત લથડી જતાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.