02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / લોકસભા મહાસંગ્રામ / લોકસભા ચૂંટણી-ર૦૧૯: બનાસકાંઠાની ‘તૂટતી કેનાલો’નો મુદ્દો લોકસભાની ચૂંટણીમાં ચમકશે

લોકસભા ચૂંટણી-ર૦૧૯: બનાસકાંઠાની ‘તૂટતી કેનાલો’નો મુદ્દો લોકસભાની ચૂંટણીમાં ચમકશે   07/04/2019

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર આખરે ભાજપ સાથે હવે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઇ જતાં વિધિવત રીતે ચૂંટણી જંગના મંડાણ થઇ ગયા છે. ચૂંટણીમાં ભાજપે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રવાદનો મુદ્દો જ્યારે કોંગ્રેસે 'ન્યાર્ય યોજના રજૂ કરી છે પરંતુ સરહદી જિલ્લામાં સ્થાનિક મુદ્દા નિર્ણાયક નિવડશે. તેમાં પણ જિલ્લામાં છાશવારે તૂટતી નર્મદાની કેનાલોનો મુદ્દો જારશોરથી ચમકશે તે નક્કી છે.
૨-બનાસકાંઠા લોકસભા બેઠકમાં વર્તમાન સાંસદ હરિભાઇ ચૌધરીનું નામ પી.એન.બી. કાંડમાં સંડોવાતાં તેઓ ‘રીપીટ’ નહીં થાય તેવું 'રખેવાળે’ મહીના અગાઉ જણાવ્યું હતું. તે મુજબ તેમને હટાવી ભાજપે નિખાલસ વ્યÂક્તત્વ ધરાવતા પરબતભાઇ પટેલની પસંદગી કરી છે. જ્યારે કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી મામલે કમઠાણ સર્જાયું હતું પરંતુ 'રખેવાર્ળે 'ધુરંધર સહકારી આગેવાનના બેય હાથમાં લાર્ડુ શિર્ષક હેઠળ વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં 'રખેવાર્ળ ફરી એકવાર રાજકીય નાડ પારખવામાં અગ્રેસર રહેતાં છેલ્લી ઘડીએ કોંગ્રેસે સહકારી આગેવાન પરથીભાઇ ભટોળને ટીકીટ ફાળવી છે. તેથી દિલધડક ચૂંટણી જંગના મંડાણ થઇ ગયા છે. જા કે, ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસે આગોતરી તૈયારીઓ કરી લીધી છે. જેમાં ભાજપે મતદારોને રીઝવવા બાલાકોટમાં એર સ્ટ્રાઇક થકી પાકિસ્તાનને લપડાક મારી હોવાનો રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. જેમાં 'મોદી છે તો બધુ શક્ય ર્છે નો નારો વહેતો કરી મતદારોને વિકાસની સાથે સાથે સલામતીની પણ ખાત્રી અપાઇ છે. જ્યારે કોંગ્રેસે ગરીબી હેઠળ જીવતા લોકોને વર્ષ દરમિયાન રૂ. ૭૨,૦૦૦ ની ગેરંટી આપતી 'ન્યાર્ય યોજના સાથે ખેડૂતોને અલગ બજેટ, બેકારોને થાળે પાડવા સરકારી ભરતી અને શિક્ષણ અને આરોગ્ય સેવા સર્વોત્તમ બનાવવાની હૈયા ધારણા આપી છે પરંતુ સરહદી બનાસકાંઠા જિલ્લામાં કેટલીય ચૂંટણીઓ આવી અને ગઇ તેમ છતાં જિલ્લાના અનેક પ્રશ્નો આજે પણ પડતર રહી ગયા છે. તેથી આ સ્થાનિક પ્રશ્નો પણ ચૂંટણીમાં જારશોરથી ચમકશે તે નક્કી છે. રણ વિસ્તાર ધરાવતા જિલ્લામાં પાણીનો મુખ્ય પ્રશ્ન છે. દર વર્ષે ઓછા અને અપૂરતા વરસાદથી પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બનતી જાય છે. તેથી દર ચૂંટણીમાં પાણીનો મુદ્દો ચમકે છે. તેમ છતાં ભાજપના સતત ૨૪ વર્ષના શાસનમાં પણ જિલ્લાની પશ્ચિમે આવેલા માત્ર કાંકરેજ, ભાભર-દિયોદર અને વાવ-થરાદ તાલુકાને જ નર્મદાનો લાભ મળ્યો છે. બાકીના તમામ તાલુકા નર્મદાના નીરથી વંચિત છે. તેમાં પણ જે પાંચ તાલુકાને નર્મદાના નીરનો લાભ મળ્યો છે. ત્યાં કેનાલો અને સબ કેનાલો તેમજ સાયફનો બનાવવાના કામમાં નકરી વેઠ ઉતારાઇ છે. તેથી કેનાલો તૂટવાના સમાચારો 'આયે દિર્ન મીડીયામાં ચમકતાં રહે છે. નબળા બાંધકામના કારણે તૂટતી આ કેનાલોથી અમૂલ્ય પાણીના વેડફાટ સાથે પાણી ખેતરોમાં ઉભેલા પાકમાં ફરી વળતાં ખેડૂતોને પારાવાર નુકશાન પણ થાય છે. આ મુદ્દે ખેડૂતો અવાર-નવાર હોબાળા મચાવી આંદોલનો પણ કરે છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા નક્કર કોઇ કાર્યવાહી થતી નથી. જેના કારણે કેનાલો તૂટવાનો સીલસીલો રોજીંદો થઇ પડ્યો છે. એટલું જ નહીં ખેડૂતોના હોબાળા બાદ સમારકામના નામે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવાય છે પરંતુ રીઢા બની ગયેલા કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચી સમારકામમાં પણ ધુપ્પલબાજી આચરે છે. તેથી પ્રશ્ન ઉભોને ઉભો રહે છે. સરકારી તંત્રનું આ નાટક ખેડૂતો વર્ષોથી લાચાર બની નિહાળતા રહે છે. બનાસવાસીઓ આમેય પોતાનો રોષ અને આક્રોશ ચૂંટણીમાં ઠાલવે છે. જેથી જિલ્લાનું ચૂંટણી પરિણામ અણધાર્યું આવે છે ત્યારે તૂટતી કેનાલો મુદ્દે ખેડૂતોમાં ભારોભાર રોષ સાથે અજંપો પ્રવર્તે છે ત્યારે તેમનો અજંપો ચૂંટણીમાં આગ બની કોને દઝાડશે ? તેની જાણ તો આગામી તા. ૨૩ મેના રોજ જ થશે. 

Tags :