02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / માતાની સાથે સુતેલા બે વર્ષના બાળકને દીપડો દબોચી ગયો

માતાની સાથે સુતેલા બે વર્ષના બાળકને દીપડો દબોચી ગયો   04/12/2018

અમરેલીઃ બગસરાના ચુડાવડ ગામમાંથી બે વર્ષના બાળકને દિપડો ઉપાડી ગયો છે. માતાની નજર સામે જ દીપડો બાળકને ઉપાડી ગયો હતો. વહેલી સવારે ખેતરની ઓરડી પાસે સુતા બાળકને દિપડો દબોચી ગયો છે. બચુભાઈ કોરાટની વાડીમાં એક પરિવાર મજુરી કામ કરે છે.
 
જેમાં મેહુલ પ્રભુભાઈ નામના બાળકને દીપડો ઉઠાવી ગયો છે. સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. જેથી વનવિભાગે ઘટના સ્થળે પહોંચી ભાળ મેળવવાના પ્રયત્નો ચાલુ કર્યા છે. જેથી સમગ્ર વિસ્તારમાં દીપડાની દહેશક વચ્ચે ભયનો માહોલ છવાયો છે.
 
અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામમાં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયાની ઘટના બની છે. આજે મંગળવારે વહેલી સવારે સીમમાં ઝાડીમાંથી આવેલા દીપડાએ માતાની પડખે સૂતેલા બાળકને ખેંચીને ઉઠાવી ગયો હતો.
 
આ સમગ્ર ઘટનામાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. જ્યારે ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે.

Tags :