02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / સુરત: સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવી દીકરી, 3 વર્ષની બાળકીનું ડૂબી જતાં મોત

સુરત: સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવી દીકરી, 3 વર્ષની બાળકીનું ડૂબી જતાં મોત   05/08/2018

સુરત: ટેક્સટાઈલ યુનિટમાં કામ કરતાં પપ્પુ યાદવ અને તેના પરિવારને સેલ્ફી લેવાનું ભારે પડ્યું. શુક્રવારે સાંજે પપ્પુ અને તેની પત્ની તેમની ત્રણ વર્ષની દીકરી આન્યા સાથે અલ્થાન ગાર્ડન ગયા હતા. પતિ-પત્ની બંને ગાર્ડનમાં સેલ્ફી લેવામાં મસ્ત હતા ત્યારે જ દુર્ઘટના ઘટી અને તેમની 3 વર્ષની પુત્રી ગાર્ડનમાં આવેલા તળવામાં ડૂબી ગઈ. શનિવારે સવારે આન્યાનો મૃતદેહ ફાયરબ્રિગેડના કર્મચારીઓએ તળાવમાંથી બહાર કાઢ્યો.

પપ્પુ અને તેની પત્નીને શંકા હતી કે તેમની દીકરીને કિડનેપ કરી લેવાઈ છે, જેના પગલે બંનેએ પોલીસ ફરિયાદ કરી હતી. જો કે શનિવારે આન્યાનો મૃતદેહ મળ્યો ત્યારે જ તેમને જાણ થઈ કે આન્યા તળાવમાં ડૂબી ગઈ હતી. પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓને તળાવ પાસેથી આન્યાનું જૂતું મળ્યું ત્યારે તેમણે તળાવમાં તપાસ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થયું કે આન્યાનું મોત ડૂબવાથી થયું છે. ખટોદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

Tags :