અરવલ્લીના મેઢાસણ ગામ નજીક મારુતિ વાન ભડભડ સળગી ઉઠી : ચાલકનો આબાદ બચાવ

અરવલ્લી જીલ્લામાં સીએનજી કીટ ધરાવતા વાહનોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. સીએનજી ગેસથી ચાલતા વાહનો જીવતા બોંબ સમાન હોય તેમ અનેકવાર જીલ્લામાં રોડ પરથી પસાર થતા ચાલુ વાહને સળગી ઉઠાવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક વાહનચાલકો હલકી ગુણવત્તા વાળી સીએનજી કીટ વાહનોમાં લગાવી વાહનો હંકારી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે મોડાસાના મેઢાસણ ગામ નજીક રોડ પરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર ચાલક કાર માંથી જીવ બચાવી નાઠયો હતો કાર થોડીકજ ક્ષણોમાં સ્વાહા થઈ હતી કારમાં આગ લાગતા બંને તરફ વાહનોની લાંબી કતાર જામી હતી. 
      મોડાસા-હિંમતનગર ધોરીમાર્ગ પર મોડાસા તરફથી હિંમતનગર તરફ જતી મારૂતીવાન મેઢાસણ પાટિયાના ઢાળ પર કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા કાર ચાલક કાર રોડ પર ઉભી રાખી ઉતરી જતા સદનસીબે જાનહાની ટળી હતી.  કારમાં આગ લાગતા થોડીકજ મિનિટોમાં આગમાં કાર સ્વાહા થઈ ગઈ હતી. કારમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી બંને બાજુ ટ્રાફિક જમણા દ્રશ્યો સર્જાયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.