રાજ્ય સરકારના ગાલ પર વાપીની આ શાળા સણસણતા તમાચા સમાન

ગુજરાત સરકાર ભણતરને લઈને મોટી મોટી વાતો કરે છે. એક તરફ સરકાર ડિઝિટક એજ્યુકેશનની વાતો કરી રહ્યું છે ત્યાં બીજી તરફ જમીન પર તો સ્થિતિ કંઈક જુદી જ છે. વલસાડના વાપી જીલ્લામાં ભણતરની સ્થિતિ સરકારના ગાલ પર જાણે સણસણતા તમાચા સમાન છે. અહીં 400 વિદ્યાર્થીઓ જર્જરીત એવા એક જ ઓરડામાં ભણવા મજબુર બન્યા છે.
 
વિદ્યાર્થીઓ રસોડા, ઓટલા અને ઘરના હોલમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. એક સાથે બાળકોને બેસાડવાથી અભ્યાસ પર પણ ગંભીર અસર પડી રહી છે. આટ આટલું થવાં છતાંયે તંત્રનું તો પેટનું પાણી પણ હલતું નથી.
 
 
વલસાડના વાપીમાં ચલા વિસ્તારની જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે. તેથી વિદ્યાર્થીઓ ચલા વિસ્તારના એક ફળિયાના મકાનમાં ભણવા મજબુર બન્યા છે. પરંતુ આશ્ચર્યનીએ વાત અહીં ધોરણ 1 થી 7ના 400 જેટલા વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરે છે. શાળાનું મકાન અત્યંત નાનું હોવાથી વિદ્યાર્થીઓ 2 શિફ્ટમાં ભણે છે. આમ એક સમયે ચાર અને બીજા સમયે 3 ધોરણના વિદ્યાર્થીઓ એકસાથે જ અભ્યાસ કરવા મજબુર છે. આમ એકસાથે જ એકથી વધારે ધોરણના વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરતા હોવાથી તેમના અભ્યાસ પર પણ વિપરીત અસર પડી રહી છે.
 
એક જ ઓરડાના મકાનમાં વિદ્યાર્થીઓ રસોડામાં, ઓટલા પર અને ઘરના હોલમાં શિક્ષણ લે છે. ઓરડામાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા સવાલ સામે પણ ગંભીર સવાલ ઉભા થયા છે. આમ ભણતરને લઈને અનેક જાહેરાતો છતાં બાળકો બેબસ બન્યા છે. ઘણા સમયથી વિદ્યાર્થીઓને આવી હાલત હોવા છતાંયે વલસાડ જિ.પં. પ્રમુખ અને DDOના પેટનું પાણી પણ નથી હલતું.
 
અગાઉ શિક્ષણ અધિકારીએ નવા મકાનના બણગાં ફૂંક્યા હતાં. તેમ છતાંયે સ્થિતિ તો ઠેરની ઠેર જ છે. એક ઘરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે નવા મકાનની રાહ જોઈ રહ્યાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.