02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / જામનગરના કનસુમરા પાટીયે આવેલી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ

જામનગરના કનસુમરા પાટીયે આવેલી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ   09/08/2018

જામનગર: જામનગર નજીકના કનસુમરા પાટીયા પાસે આવેલી એક બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં ગત મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ફેક્ટરી અને તેના ગોડાઉનો મોટાભાગનો હિસ્સો ભષ્મીભૂત થઇ ગયો છે. બ્રાસના જથ્થાની સામે કેમીકલના જથ્થામાં લાગેલી આગમાં 12 કલાક બાદ પણ કાબુ મેળવી શકાયો ન હતો. આગ લાગવા પાછળનું ચોકકસ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી. આગ લાગવા પાછળનું ચોકકસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ આગની ઝપેટમાં આવેલ કારખાનાનો મોટાભાગનો હિસ્સો અને તમામ ચીજવસ્તુઓ ભષ્મીભૂત થઇ જતાં વ્યાપક નુકશાનીનો અંદાજ લગાવાયો છે.
 
જામનગર નજીકના કનસુમરા ગામના પાટીયા પાસે આવેલ પરફેકટ મેટલ ક્રાફટ નામની બ્રાસની મેગા ઇન્ડસ્ટ્રીઝમાં ગઇરાત્રે 10 વાગ્યા સુમારે એકાએક આગ લાગી હતી. ઇન્ડસ્ટ્રીઝમાં રહેલ કેમીકલ અને મેટલના જથ્થામાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની જતાં ઇન્ડસ્ટ્રીઝના એકપછી એક પતરાથી બનાવામાં આવેલ ત્રણ માળને આ આગ સ્પર્શી ગઇ હતી. જેને લઇને કારખાનામાં રહેલ સ્ટાફે ત્વરીત કારખાનાના માલીક કુશાલ શાહ અને જામનગર ફાયરને જાણ કરી હતી. જેને લઇને જામનગર ફાયરના ત્રણ ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતાં. ફાયર પહોચે તે પૂર્વે આગ વિકરાળ બની જતાં આગ પર નિયંત્રણ મેળવવુ મુશ્કેલ બની ગયું હતું. જેને લઇને તંત્ર દ્વારા તત્વરીત રીલાયન્સ, નયારા, જીએસએફસી, સીકકા ટીપીએસ, ભારત ઓમાન ગેસ રીફાઇનરી સહિતની જુદી જુદી કંપનીઓમાંથી મદદ માંગવામાં આવી હતી. જેને લઇને ઉ5રોકત કંપનીઓના ફાયર ટેન્ડરોની ટીમ મોડી રાત્રે જ ઘટના સ્થળે જ પહોચી બચાવ કામગીરીમાં જોતરાઇ હતી. જોકે જામનગર ફાયર પહોચે તે પૂર્વે જ સ્થાનિક કારખાનેદારોએ ટ્રેકટર અને અન્ય ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ આગની ઝપેટ ધીરે ધીરે વધવા લાગી હતી. આખી રાત સુધી ખંભાળિયા, ખીજડીયા બાયપાસ રોડ ફાયર ટેન્ડરોના ઇમરજન્સી અવાજથી ગુંજતો રહ્યો હતો. આ ઘટનાના પગલે મોડી રાત હોવા છતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. આ ઘટનાને પગલે પંચકોશી બી ડિવિઝન પોલીસે સતત બંદોબસ્ત જાળવ્યો હતો.
 
એક દોઢ વર્ષ પુર્વે પાંચ લાખ સ્કવેરફીટમાં બનાવવામાં આવેલ પરફેકટ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા બ્રાસ અને કેમીકલ સહિતનો જથ્થો ભષ્મીભૂત થઇ ગયો હતો. છેક વહેલી સવાર સુધી આગ કાબુ આવી ન હતી. બીજી તરફ ફાયર તંત્ર આગ બુઝાવી આગળ વધતુ હતું ત્યાં બુઝાઇ ગયેલી આગમાં ફરી ધુમાડા દેખાતા કામગીરી બેવડાઇ હતી. જામનગર મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર બિશ્ર્નોઇના જણાવ્યા અનુસાર આગની સ્થિતીને કાબુમાં આવતા બપોર સુધીનો સમય થઇ જશે. જોકે કયાં કારણોસર આગ લાગી છે તેનો હજુ સુધી તાગ મળી શકયો નથી તેઓ એમ પણ ઉમેર્યુ હતું. નુકશાનીની વાત કરવામાં આવે તો કારખાનામાં રહેલ સંપુર્ણ મુદામાલ હાલ ખાખ થઇ ગયો છે. તેથી વ્યાપક ખુમારી સામે આવી છે. દિવસ દરમિયાન 500થી વધુ મજુરો આ કારખાનામાં કામ કરતા હોવાનું ઇન્ડસ્ટ્રીઝના માલીકે જણાવી આગ લાગવા પાછળ અને નુકશાની પાછળનો ખ્યાલ તપાસ બાદ જ સામે આવી શકે તેમ ઉમેર્યુ હતું. સદનસિબે રાત્રે આગ લાગતા કોઇ જાનહાની થવા પામી નથી પરંતુ કારખાનામાં વ્યાપક નુકશાની પહોચી છે.

Tags :