પહેલે માળથી નીચે પટકાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક મજૂર ઇજાગ્રસ્ત

અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક અને દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન સરખેજમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક મજૂર પહેલે માળથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સરખેજમાં સાણંદ ચોકડી ખાતે ગેરકાયદે શેડ તોડવાની કાર્યવાહી દરમિયાન આ અકસ્માત થયો હતો.
 
ગત દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેગા ટ્રાફિક અને દબાણ હટાવ ઝુંબેશ યથાવત હતી. જે દરમિયાન સાણંદમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા સાણંદ ચોકડી પાશે AMCનો એક મજૂર પહેલે માળથી પટકાયો હતો. ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
 
ટ્રાફિક અને દબાણ હટાવો ઝુંબેશમાં ચંડોળા તળાવથી ઇસનપુર ચાર રસ્તા સુધી દસ કિલોમીટરના વિસ્તારમાં મેગા ડ્રાઇવ થઈ રહી છે. ઇસનપુર, નારોલ, દાણીલીમડા વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.10 કિલોમીટરની મેગા ડ્રાઇવમાં સાત પીઆઈ, બે એસપી અને 150થી વધારે કર્મીઓ જોડાયા છે. પોલીસ દાવો કરી રહી છે કે રસ્તા પર આડેધડ પાર્કિંગ અને દબાણો દૂર થવાને કારણે લોકોને અવર-જવર કરવામાં રાહત થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.