02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મોદી ફરી વડાપ્રધાન બનશે તો પીઓકે અને સિંધ ભારતનો હિસ્સો હશે ?

મોદી ફરી વડાપ્રધાન બનશે તો પીઓકે અને સિંધ ભારતનો હિસ્સો હશે ?   02/12/2018

 
પટનામાં યોજાયેલ બેટી બચાવો બેટી પઢાઓ સન્માન કાર્યક્રમ દરમિયાન બિહાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, જે ભારત માતા કી જય ન કહી શકે ભારત તેને સ્વીકાર કરી શકે નહી. તેમણે તેમ કહીને સંકેત આપ્યો છે કે જો નરેન્દ્ર મોદી બીજીએકવાર વડાપ્રધાન બનેશે તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નહી રહે. સાથે જ સિંઘ પણ ભારતનો હિસ્સો બનશે. શનિવારે પટનામાં ભાજપની રતફથી બેટી બચાવો બેટી પઢાઓ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યની પ્રતિભાશાળી યુવતીઓને સન્માનિત કરવાનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે અભિયાનનાં રાષ્ટ્રીય સંયોજક રાજેન્દ્ર ફડકે પણ પટના આવ્યા હતા. ઉપરાંત ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાય, મંત્રી મંગલ પાન્ડેય, મંત્રી કૃષ્ણકુમાર ઋષી પણ હાજર હતા

Tags :