02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ટિકિટની આશાએ ક્ષત્રિય ઠાકોરસેના પ્રમુખે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું : કોંગ્રેસમાં હડકંપ

સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ટિકિટની આશાએ ક્ષત્રિય ઠાકોરસેના પ્રમુખે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું : કોંગ્રેસમાં હડકંપ   30/03/2019

                   સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા છે બીજીબાજુ કોંગ્રેસ હાઈકમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ઉમેદવારને લઈને અવઢવમાં મુકાયા છે પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોરને ટિકિટ મળતાની સાથે ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું પત્તુ કપાતા ક્ષત્રિય ઠાકોરસેનાને લોકસભાની  એક ટિકિટ આપવાની જીદ અને અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સંજયસિંહ ઠાકોરની ચાર દિવસ પહેલા લોકસભામાં કોંગ્રેસને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારતા હાઈકમન્ડે ગંભીર નોંધ લઈ સંજય ઠાકોરને તાબડતોડ દિલ્હી બોલાવી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી પરત ફર્યા બાદ શનિવારે સંજયસિંહ ઠાકોરે હિંમતનગર કલેક્ટર કચેરીએ ટેકેદારો સાથે પહોંચી ઉમેદવારીનું ફોર્મ ઉપાડતા બંને જીલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ દંગ બન્યા હતા 
       સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસ મોવડી મંડળ ઉમેદવારનું નામ જાહેર કરવામાં જાહેર કરવામાં સમયનો વ્યય કરતા અને અવઢવની સ્થિતિમાં જોવા મળતા લોકસભા બેઠક લડવા માટે દાવેદારોની સંખ્યા વધતા કોંગ્રેસ માટે આત્મઘાત સાબિત થઈ શકે છે 
         અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સંજયસિંહ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ઉપાડતાની સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને ટિકિટ આપી શકે છે અને તૈયારીઓ કરવા લાગી જાવ તેવું જણાવતા ઉમેદવારી ફોર્મ લીધું છે અને રવિવારે બપોરે કોંગ્રેસ વિધિવત રીતે તેમના નામની જાહેરાત પણ કરી શકે છે તેવું તેમને આત્મવિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું 

Tags :