02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસામાં વાસણના ગોડાઉનમાં રહસ્યમય આગ ઃ વાસણો સ્વાહા

મોડાસામાં વાસણના ગોડાઉનમાં રહસ્યમય આગ ઃ વાસણો સ્વાહા   10/03/2019

 મોડાસા ટાઉનપોલીસ સ્ટેશન નજીક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલા વાસણના ગોડાઉન ના કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે રહસ્યમય આગ લાગતા આગના લબકારા કોમ્પ્લેક્ષ ની બહાર દેખાતા ભારે આજુબાજુમાં રહેતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો વાસણના ગોડાઉનમાં આગ લાગતા વાસણો આગમાં સ્વાહા થયા હતા આગની ઘટનાના પગલે દોડી આવેલા મોડાસા નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ રહેતા આજુબાજુના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. શનિવારે બપોરે ૩ઃ૩૦ વાગ્યાના સુમારે મોડાસા શહેરન હાર્દસમા વિસ્તારમાં આવેલી જૂની પોલીસ લાઈન નજીક આવેલા માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલા વાસણ ભંડારના ગોડાઉનમાં રહસ્યમય આગ લાગતા અને આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રહેલા ૫૦ હજાર રૂપિયાના વાસણો સહિતનો માલસામાન બાળીને આગમાં સ્વાહા થઈ ગયો હતો ધુમાડાના ગોટેગોટા અને આગના લબકારાના પગલે ભારે અફડાતફડી મચી હતી અને કોમ્પ્લેક્ષ બહાર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા આગની ઘટનાની જાણ ફાયરબ્રિગેડ ટીમને થતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Tags :