02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસાના ગંગાજી વોહળા પાસે રિક્ષા પલટી : પાંચને ઇજા

ડીસાના ગંગાજી વોહળા પાસે રિક્ષા પલટી : પાંચને ઇજા   23/06/2019

ડીસાના જુના ડીસા પાસે આવેલ ગંગાજી વોહળામાં શનિવારની મોડી રાત્રે અચાનક રિક્ષા ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી.જેમાં પાંચ લોકોને ઈજાઓ પહોંચતા 108 મારફતે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
 
ડીસાથી જુનાડીસા રોડ પર આવેલ ગંગાજી વોહળા પાસેથી શનિવારે મોડી રાત્રે રિક્ષા પસાર થઈ રહી હતી.રિક્ષામાં નવા ગામનો પરિવાર કામ અર્થે ડીસા આવી રહ્યો હતો.આ દરમ્યાન ગંગાજી વોહળાના વળાંકમાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી.બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને 108ને જાણ કરી ઘાયલોને તત્કાલ સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 
 
કાનજીભાઈ શાંતિજી ઠાકોર
(ઉ.વ-18,રહે. નવા),
 
ધનરાજ શાંતિજી ઠાકોર
(ઉ.વ-23,રહે. નવા),
 
આશાબેન ધનરાજભાઈ ઠાકોર
(ઉ.વ-22,રહે.નવા)
 
,સહદેવજી રામસુંગજી ઠાકોર
,સીમાબેન ધનરાજભાઈ ઠાકોર
( ઉ.વ-દોઢ વર્ષ,રહે.નવા)ને ઈજા પહોચી હતી.

Tags :