02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠા જિલ્લામાં ૧૩મો “સ્ટેટીસ્ટીકસ ડે” ઉજવાયો

સાબરકાંઠા જિલ્લામાં ૧૩મો “સ્ટેટીસ્ટીકસ ડે” ઉજવાયો   30/06/2019

અરવલ્લી  : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે  જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને “સ્ટેટીસ્ટીકસ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. નિમિત્તે  કલેકટર કચેરી ખાતે આયોજીત  આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી નિમિત્તે “જીજંટ્ઠૈહટ્ઠહ્વઙ્મી ડ્ઢીvીર્ઙ્મpદ્બીહં ર્ય્ટ્ઠઙ્મજ” થીમ આધારિત કાર્યશિબિરમાં ૧૭ ધ્યેયો વિશે ચર્ચા કરવામાં આવી.જેમા જિલ્લા આયોજન અધિકારીશ્રી જોષીએ વિગત આપતા જણાવ્યું હતું કે,  ગરીબી નિવારણ, ભુખમરા, ખેતી, આરોગ્ય, ગુણવત્તાસભર શિક્ષણ, જાતિ સમાનતા, સ્ત્રી સશક્તિકરણ, પાણી અને સ્વચ્છતા તેમજ ઉર્જાની ઉપલ્બધતા, આર્થિક વૃધ્ધિ, ઔધોગિકરણ અને નવીનીકરણ, શહેરો અને માનવ વસાહતોની સલામતી વધારવી, પર્યાવરણ અને નિરંતર વિકાસને લગતા ધ્યેયનુ અસરકારક અમલીકરણ માટે વૈશ્વિક ભાગીદારી વધારવા પર ભાર મુકવામાં આવ્યો હોવાનું ઉમેર્યુ હતું. જેમા વિશ્વના ૧૯૩ દેશો સમંત થયા હોવાની પણ વિસ્તૃત ચર્ચા કાર્યશિબિરમાં કરવામાં આવી વધુમાં આયોજન અધિકારી એ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સને ૨૦૦૬ ના વર્ષથી દર વર્ષે તા. ૨૯ મી જૂનના રોજ પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસની જન્મતિથીને “જંટ્ઠૈંજૈંષ્ઠજ ઙ્ઘટ્ઠઅ”  (આંકડાશાસ્ત્ર દિવસ) તરીકે ખાસ દિવસની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેઓેએ દુરીનો સિધ્ધાંત જે સ્વતંત્રતાની માત્રા શોધવા માટેનુ આંકડાશાસ્ત્ર માપ છે. જેનો ઉપયોગ જનસંખ્યા સંબંધિત અધ્યયન માટે થાય છે. ભારતની બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્‌ટ તૈયાર કરી ભારતને આર્થિક પગભર બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ હતો. આર્થિક આયોજન તથા આંકડાકીય વિકાસ સંદર્ભે આપેલ અમૂલ્ય યોગદાન બદલ વર્ષ ૧૯૬૮મા પધ્મ વિભુષણથી સન્માનિત કરવામાં આવેલ મહાલનોબીસના અમૂલ્ય પ્રદાનને લોકોમાં અને ખાસ કરીને યુવા પેઢીમાં જાગૃત્તિ આવે  અર્થશાસ્ત્રમાં રસ લેતા થાય તે હેતુથી રાષ્ટ્રીય કક્ષાએ ઉજવવામાં આવે છે.આ કાર્યશિબિરમાં તાલીમી આઇ. એ.એસ.  મમતા પોપટ, અધિક કલેકટર  વી.એલ. પટેલ,  જિલ્લાના અમલિકરણ અધિકારીઓ, સ્કૂલના આચાર્યો, અર્થશાસ્ત્રના વિષય શિક્ષકો સહિત અધિકારીઓ  હાજર રહ્યા હતા.

Tags :