ડીસામાં રોમીયો ગીરી કરતાં તત્વો સામે પોલીસની લાલ આંખ

રખેવાળ ન્યુઝ ડીસા
સમગ્ર દેશમાં  મહિલા દુષ્કર્મની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.જેથી મહિલાઓની સલામતી  જોખમાઇ છે.જેને લઈ સમગ્ર દેશની જનતામાં આક્રોશ વ્યાપ્યો છે.જેના કારણે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેથી ડીસામાં પણ સ્કૂલ કોલેજ આગળ રોમિયોગિરી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે . ખાસ કરીને શાળા કોલેજોની આસપાસ અસમાજિક તત્વો દ્વારા ટિકટોક વિડિઓ બનાવી વાઇરલ કરવાની ઘટનાને લઈ સ્કૂલ કોલેજમાં અભ્યાસ અર્થે જતી વિદ્યાર્થીનીઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરતી હોય છે. જે બાબતને લઈ શહેરમાં ઉત્તર અને  દક્ષિણ પોલીસ સ્ટેશનના નવા પી. આઈ. દ્વારા  શાળા કોલેજોની આસપાસમાં ફરતા અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવારે શાળા પ્રવેશ તથા છુટવાના સમય દરમિયાન સાદા ડ્રેસમાં પોલીસના જવાનો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે અને કેટલાય રોમીયોને રંગેહાથ ઝડપી તેમના ટુ વ્હીલર બાઈકો કબજે કરીને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. ડીસા ઉતર તથા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવા પી. આઈ.ઓની કામગીરીની શહેરીજનોમાં પ્રશંસા થઈ રહી છે ત્યારે રોજબરોજ આ કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી શાળા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ તેમજ તેમના વાલીઓ દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.